Book Title: Mirate Ahemadi Athva Gujaratno Itihas
Author(s): Pathan Nizamkhan Nurkhan Vakil
Publisher: Pathan Nizamkhan Nurkhan Vakil
View full book text
________________
[ ૩૧૬ | - જપ્ત થઈ આવ્યા હતા તેમને ઘર અને બોડખાપણુવાળા ગણું કાઢી
બાકીનાને મીર તકીની સાથે હજુરમાં મોકલી દીધા. તે સિવાય એજ - વર્ષમાં પાટણ પરગણાની યિતની ફરીયાદોથી દલુ અદૃરહેમાન ( મહેસુલી અધિકારી) ની બદલી કરવામાં આવી, તથા સરકારી હુકમ થયો કે સોરઠને ફિઝદાર સરદારખાન પિતાના ભાયાતો અને મિત્રમંડલ વગેરે જે કોઈ નોકરીમાં હોય તેમને ત્યાં નિમે. આ કામ ઉપર મુહમ્મદ સઈદ મનસબદાર ઠર્યો.
" સને ૧૮૦૪ હીજરીમાં સુબાની અરજી ઉપરથી મરી ગયેલા મુસલભાને અને કેદીઓ કે જે કેદખાનામાં હતા તેમને જે તેમના વાર ખાધેપીધે દુઃખી હોય તો ચબુતરાના કેદીને ઘઉંનો લોટ શેર એક, અને મરી ગયેલાને બે, ચાર કે પાંચ ટકા મુરાદી નિવારસી ખાતામાંથી આપતા - હેવું, અને મુહમ્મદ અમીનખાનના બાગની વલી મોકલવા વિષે એવી ભલામણ થઈ કે, સુબાએ ડાકચોકીના માણસની સાથે ભરૂચને રસ્તે - જુરમાં મોકલવી. તે સાથે બીજો એ પણ હુકમ થશે કે તે બાગને ઘણી મહેનતે બનાવેલો છે અને તેમાંનાં ફળદ્રુપ ઝાડને સારી ગોઠવણથી રોપી પરવરશી કરીને ઉછેર્યો છે તે માટે એક એવી ગોઠવણ ચાલુ રાખવી કે, જેથી તેની શોભા અને આબાદી દીવસે દીવસે વધતી જાય. તેમજ તેની આવક–જાવક, કેટલી જમીન, ઈમારતની કેફીઅત, કેટલાં અને કેવાં ઝાડે છે, અને મજકુર બાગ કેવા પ્રકાર છે તે વિગેરે હકીકત હજુરમાં લખી મેકલવી. આ સાલની આ ખરે સુબાના દીવાન મુહમ્મદ લતી ફની બદલી થવાથી તેની જગ્યા તાહીરખાન કે જેને પ્રથમ અમાનતખાન અને ત્યારપછી એને માદખાનનો ખિતાબ મળ્યો હતો તેને આપવામાં આવી.
સને ૧૦૮૫ હિ. માં સુબાના દીવાન મુહમ્મદ તાહીર ઉપર હુકમ આવ્યો કે ડુંગરપુર પરગણાના રાણુ જેસીંગના બદલાયાથી ૧,૬૦,૦૦,૦૦૦ એક કોડ સાઠ લાખ દામો અને લુઈલની ખરીફના છઠ્ઠા ભાગના બાકી રહી ગયા છે, અને મજકુર પરગણામાંથી કે પાંચ ઘણાંશ બીચાઈલની રવીના ત્યાંના જમીનદાર રાવલ જસવંતની જાગીરમાં સેંધાઈ ગયેલા છે. તે જમીનદારે મજકુર હાંસલની રકમ કે જે ૬૬,૬૮૦ રૂપીઆ થાય છે તે ખાલસાની સાથે ખજાનામાં દાખલ કરી નથી. માટે કોલની ખરી,