Book Title: Mirate Ahemadi Athva Gujaratno Itihas
Author(s): Pathan Nizamkhan Nurkhan Vakil
Publisher: Pathan Nizamkhan Nurkhan Vakil
View full book text
________________
( ૩૦૮ ] પરંતુ હાલમાં શ્રીમંતબાદશાહના સાંભળવામાં એવું આવ્યું છે કે, કેટલાક મુસલમાને દુન્યવી ફાયદાને માટે ગેરમુસલમાનોના માલને પિતાના માલની સાથે ભેળવી દે છે, અને તે માલને પિતાને માલ જણાવીને મહેસુલમાંથી છોડાવે છે, તેથી કરીને નિવારસી માલને ભંડોળ કે જે, મુસલમાનોના કેટલાક હકો સાથે સંબંધ રાખે છે તેને ઘણું નુકશાન પહોંચવા પામ્યું છે; તે સિવાય ઘણાખરા મુસલમાન પોતાની ઉપર માલની ફરજ છતાં પણ આપતા નથી, જેથી તે તેઓની પાસે બાકી રહી જાય છે, માટે જે તેમની પાસેથી જકાત લેવામાં આવે છે, તેઓ તે જોખમમાંથી મુક્ત થાય. આ કામ ઘણું વ્યાજબી છે, જેથી હુકમ કરવામાં આવે છે કે, કામ કરનાર મુસદીઓ અને મામલામાં ખબર રાખનાર માણસેએ સઘળા રાજ્યમાં જકાત વસુલ કરવાનો ધોરણો કે જે આ સાથે ટાંકવામાં આવેલ છે તે ચાલુ થયા પછી જકાત વસુલ કરનારા અધિકારીઓની સાથે રહી મુસલભાન પાસેથી ચાળીશ ઉપર એક રૂપિયાના હિસાબે જકાત લેતા રહેવું, પણ તેમાં એટલું તે ખાસ ધ્યાન રાખવું કે, જકાત કમ-જસ્તી કે સોના રૂપાનાં ચલણું નાણું લેવાં નહિ. તે સિવાય જે કોઈપણ કેસનું કામ વિદ્વાન પાસે રજુ થાય તો તેમાં કાજી અને શરેહનો હુકમ આપનાર મુફતી પિતાને અભિપ્રાય આપે. તેમજ તમારે પણ ગુજરાતના સુબાના હાથ તળે રહીને શરેહની આજ્ઞા પ્રમાણે પુરતા ન્યાયસર પ્રધાનપદનું કામ બજાવતા રહેવું.
જકાત વસુલ કરવાનાં ધોરણેની શરતે, જકાત વસુલ કરવાની શરતો એવી છે કે, (૧) દરેક માણસ યોગ્ય ઉમરે પહોંચેલો, શાણે અને પોતાની પાસે નિસાબ (ચોપન રૂપિયા ને સાડાબાર આનાની મિલકત) ધરાવતો હોય અને તે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય, દસકાની ઉપર થઈ જાય, વેપારનાં સાધનમાં વધારો થાય, દેવું આપ્યા પછી કંઈ વધારો રહે અને તે પિતાની માલકીમાં હોય અને તેની કિસ્મત નિસાબ જેટલી થઈ જાય, તે તે ભાલ, અથવા બીજે માલ કે જે, એજ જાતનો હોય તેની ઉપર તેને કબજે એક વર્ષને હોવો જોઈએ. (૨) દેશના બંદોબસ્તને માટે જે સરકારી વકીલ ઠરાવેલ હોય તેણે વહેપારનો માલ પસાર થએથી જે જકાતને ધારો લાગુ થાય તે, તે ઉપર જકાત લેવી. (૩) આજ્ઞા પામેલા ગુલામને તેના માલેકે વહેવારઅર્થે કંઈ માલ આપેલો હોય, અને તે દસકા ઉપરાંત થઈ જાય, અને રજાવાળા