Book Title: Mirate Ahemadi Athva Gujaratno Itihas
Author(s): Pathan Nizamkhan Nurkhan Vakil
Publisher: Pathan Nizamkhan Nurkhan Vakil
View full book text
________________
[ ૨૨ ]
અને જો કઇ મુદ્દત હરાવી હાય, તો તે મુદ્દત પુરી થયે ન્યાયાધિકારીની રૂબરૂ તે કેદીને રજી. કરવા, કે જેથી તેઓ તેને છેડી મૂકે અથવા તે તેના તાકીદે કઈકપણ ફેસલા આપે. ( આ જગ્યાએ મારે જણાવવું પડે છે કે, આ કુરમાતની નકલ લેવામાં એવું બન્યું હતું કે, તેની ઘણીજ જીતી અને કીડાની ખાધેલી એક પ્રત મને મળી આવી હતી, જેમાંથી કેટલુંક લખાણ તે તદ્દન નાશ પામેલ હતું, જેથી મેં મારી બુદ્ધિપ્રમાણે તેને શુદ્ધ કરીને દાખલ કરેલ છે. )
વળી ઉપરના ક્રમાનસાથે બીજું પણ એ ફરમાન મોકલવામાં આવ્યું કે, પ્રધાનપદીને લાયક અને શુદ્ધ બુદ્ધિવાળા ખાજા મુહમદ હાશિમ સદાએ રાજ્યરક્ષણમાં રહેા. હવે સરકારશ્રીની જાણમાં આવ્યું છે કે, અહમદાબાદના સુખાના તાબાના કેટલાએક અમલદારા કેદીઓપ્રત્યે ખેદરકારી બતાવી મુકદમાની તજવીજ કરવામાં વિલંબ કરેછે અને જલદી ફેસલા આપી નિકાલ કરતા નથી; તેમ એવું પણ કરતા નથી, કે જેથી ખીનશુનેહગાર કેદમાંથી મુક્ત થાય અને ગુનેહગાર શિક્ષા પામે. જેથી મજકુર સુખાના અધિકારીઉપર હજીર–હુકમ મેકલવામાં આવ્યા કે, કેદીઓના મુકદમાવિષે જે ધારાએ દૃષ્ટાંતરૂપે લખાયા છે તેપ્રમાણે તાકીદે અમલ કરવા, કે જેથી કરી કાઇપણ બીનગુનેહગાર કેદમાં પડે નહિ તેમ તેનાપર જુલમ પણ થાય નહિ. માટે તમારે પણ હુકમપ્રમાણે અમલ કરવા; અને હમેશાં સઘળી હકીકત હજીરમાં મેકલતા રહેવુ.
આ વખતે મેટી પઢીને અમીર અમીરખાન કે જે, પોતાની કેટલીક ગેઃવર્તણુકાના લીધે સરકારી ધ્વરાજીમાં આવી પડ્યા હતા તે તેકરીથી દૂર થયા, અમીરીનું ભાન તથા હાથી, ઘેાડા, નેાબત-નિશાન વિગેરે સઘળું સરકારમાં જપ્ત થઇ ગયું અને તેને મક્કે જઇ રહેવાનેા હુકમ થયા. તે રવાને થઇ જાલારની સરહદમાં પહોંચ્યા ત્યારે, પાછળથી અસદખાન ઉજ્જૈતુલસુલ્ફની અરજઉપરથી હુકમ થયા કે, તેણે (અમીરે) અહમદાબાદમાં જઇને રહેવું, પરંતુ સુખાના મનસબદારા પૈકી કોઇએ પણ તેને મળવા જવું નહિં.
ત્યારબાદ મહારાજા જસવતસ`હું હજુરમાં નમ્રતાપૂર્વક અરજ કરી કે, ખોટાં કામ કરવાના લીધે થયેલી શરમીંદગીથી જામ પશ્ચાતાપ કરેછે અને એવે કરાર લખી આપેછે કે, સદાએ સરકારના નિમકહલાલ રહી