Book Title: Mirate Ahemadi Athva Gujaratno Itihas
Author(s): Pathan Nizamkhan Nurkhan Vakil
Publisher: Pathan Nizamkhan Nurkhan Vakil
View full book text
________________
| ૨૮૨ ] ઉપર તરાપ મારવી. આવા ખોટા ઇરાદાથી તે મજકુર કિલ્લા ઉપર ચડાઈ લઈ ગયો. તે વખતે વીજાપુરનો ધણી પહેલાંથી જ કિલ્લાને બચાવ કરવામાં રોકાયેલો હતે તેથી યાતખાન સિધિ તોપ તથા બંદૂક સજ કરી કોઈને પણ કિલ્લાની આસપાસ ફરકવા દેતો નહોતે. હવે જ્યારે દક્ષિણીઓ ( શિવાજીના માણસ) માં ત્યાંસુધી પહોંચી તે કાર્ય સિદ્ધ કરવાની હિમ્મત ન રહી ત્યારે તેઓ કિલ્લાની સામે એક ડુંગરી ઉપર આવેલા સમુદઅંદરના કિલ્લામાં વહાણમાં બેસીને ગયા, અને મોટા મોટા પથરાથી લાંબ બાંધી, તેની ઉંચાઈ ઉપર પહોંચી જઈ મજકુર કિલ્લાને તોડી નાંખવાની ગોઠવણ કરી. આવી રીતે બે વર્ષ સુધી તેનો ઘેરે રહ્યો. છેવટે કિલ્લેબંધ માણસે ઘણીજ માઠી હાલતમાં આવી લાચાર બની ગયા. આવી હાલત થવાથી યાકુતખાન હબશીએ બાદશાહતરફથી દક્ષિણની ચડાઇ માટે નિમાયેલા મિરઝારાજાની મદદ માગી અને મજબુત રીતે કેટલીક શરતોનો ઠરાવ કર્યો કે, “હું આજથી સરકારી તાબેદારી સ્વીકારું છું અને મને પોતાને એક સરકારી નૈકર ગણું છું, પણ દક્ષિણના સુબાને મળવાની મને તક મળતી નથી, તેમ સબંધીના કિલ્લાના તોપખાનાના ખર્ચ માટે એક લાખ પચાશહજાર રૂપિયા દર વર્ષે સુરતબંદરથી મળવા જોઈએ; દુશ્મનનાં વહાણોને આ રસ્તેથી પસાર થવા દઈશ નહિ અને બાદશાહી વહાણો તથા વેપારી બારકોને સહિસલામત રીતે રવાના કરતો રહીશ.” આ અરજને મિરઝા રાજાએ હજુરમાં નિવેદન કરી, કે જે બાદશાહને ઘણી જ પસંદ આવી. તે વખતથી આજદીન સુધી દંડવરાજપુરીમાં તેની ગાદીએ જે કઈ બેસે છે તેને યાતખાન કહે છે. હવે તેણે સુરતના મુત્સદી પાસેથી સદરહુ રૂપિયા લેવા શરૂ ક્યાં, અને પૂર્ણ સત્તાવડે સ્વતંત્રતા મેળવી કિલ્લાને મજબૂત રીતે પોતાના કબજામાં લીધે. તેને મુસદી કંઈપણ કરી શકતો નહિ હોવાથી લાચાર હતો, તેનું વર્ણન તેની જગ્યાએ લખવામાં આવશે. મતલબ કે, મજકુર યાકુતખાનની અરજ મંજુર થવાથી મીરઝારાજા દંડારાજપુરીમાં તેને મદદ કરવા માટે ગયો અને કરવી જોઈતી યુક્તિઓ તથા ગોઠવણોથી દક્ષિણી મરેઠાઓની સન્યામાં ફાટફટ અને વિખવાદ પાડી દઈ કિલ્લાનો. પૂરતી રીતે બચાવ કર્યો, દિલેરખાનનું ગુજરાતમાં આવી સેરઠની ઉજદારીપર નિમાવું.
એજ સમયમાં રહેલાજાતને દિલેરખાન કે જે, સર્વોત્તમ બુરો ગણાતો હતો અને દક્ષિણની ચડાઈ વખતે શાહજાદા મુહમદ અજમ