Book Title: Mirate Ahemadi Athva Gujaratno Itihas
Author(s): Pathan Nizamkhan Nurkhan Vakil
Publisher: Pathan Nizamkhan Nurkhan Vakil
View full book text
________________
[ ૨૭૪ ]
માસાનુ' ઠરાવવામાં આવેછે, માટે તે ઉપર સરકારી સિક્કો પાડી તેનું ચલણ ચલાવવું; અને તે ઉપરાંત એક સાલનાં હાંસલની મારી આપવામાં આવેછે.’
એકતાલીશના મહેસુલ વિષે મુસલમાનોને માફી
મહાન ધર્મી બાદશાહની હિમ્મત અને ન્યાયવત ઈચ્છાઓ, પ્રજાસુખાકારી તથા મુસલમાનેાનાં હિત્ત તરફ વળેલી હતી, તેથી સુખાના દીવાન ઉપર એક મહેરબાનીભર્યું માન મેકલવામાં આવ્યું તે એ કે, મુસલમાનેાના વહેપાર ઉપરના એકતાલીશના કરનું મહેસુલ કે જે સરકારમાં લેવાય છે તે સને ૧૦૭૭ હિ. (બરાબર સને દશ ઝુલુસી ) ના જીતું ભાસની પચીસમી તારીખથી મા કરેલું સમજવું. તે વિષેને જરાપણ લેાભ નહિ રાખતાં વસુલાત કે હરકત પણ કરવી નહિ. હિન્દુઓ પાસેથી પહેલાં પ્રમાણે ખેતાલીસી હાંસલ લેવું, અને તે વિષે પૂરતી ચાકસી રાખવી કે તે પૈકીના કોઇપણ માણસ મહેસુલ ન આપવાનાં કારણથી પાતાના માલ મુસલમાનના માલમાં મેળવી દેવા માટે ઘાલમેલ કરે નહિ.
હવે જુનાગઢને ફોજદાર સરદારખાન કે જેને તેની ફેાજદારી ઉપરાંત ઇસ્લામનગર ( જામનગર ) ને અધિકાર મળ્યા હતા તેને પાંચસે સ્વારા એવડા-તેવડા કરી આપ્યા. આ વખતે સુબા મહાબતખાને હજુરમાં એવી અરજ કરી કે મનસબદારાની સન્યા ર૭રપ્રમાણે જોતાં વીશRsજારની થાયછે પરંતુ કામ પડેછે ત્યારે એકહજાર વારા પણ નિકળતા નથી. આ અરજ ઉપરથી હજુરે તે લશ્કરનુ કમીપણું, બક્ષીની આળસ તથા નાલાયકી ઉપર નજર પહોંચાડી, સરકારી રિપોર્ટરની સુસ્તીના લીધે મીર જાફરને તે હાદા ઉપર નિમ્યા. હવે સુબા ઉપર હુકમ કર્યો કે, હાજરી લેનાર કાસમ દરાગાને ખરેખરી તાકીદ કરવી કે હાજરી લેતી વખતે કાયદા પ્રમાણે મજકુર લશ્કરની ખાત્રી કરવી અને તે સાથે તેહનાતી મુત્સદીને તાકીદી હુકમ આપવા કે દરેકે પોતપેાતાના લશ્કરને ધારાપ્રમાણે ખરાખર રાખવું. તે પછી અને મુખાના દીવાન હાજી શીખાન ઉપર પણ હુકમ આવ્યા કે હાજરીપત્રક બરાબર રીતે ડીક કરી મનસદારાની હાજરી વર્ષોવર્ષ તપાસતા રહેવું, અને જો નિમણુંકથી કઇ આખું લશ્કર રાખેલું હાય તેા તેની જાગીર જસ કરી લઇ તે વિષેની હકીકત હજીરમાં નિવેદન કરવી. આ વખતે સુખાની અરજી એવી મતલબની હજુરમાં પહેાંચી કે ધણા કાળ વિતવાથી આઝમાબાદ જીણું થઈ ગયું છે, જેથી તેની મરામત કરવાની જરૂર છે. એ ઉપરથી