Book Title: Mirate Ahemadi Athva Gujaratno Itihas
Author(s): Pathan Nizamkhan Nurkhan Vakil
Publisher: Pathan Nizamkhan Nurkhan Vakil
View full book text
________________
[ ૨૭૫ ]
સુખાના દીવાનને હુકમ થયા કે તેનુ... એસ્ટીમેટ (ખ'નુ' લીસ્ટ) કરી, તેપર પેાતાના સિક્કો મારી હજુરમાં મોકલી દેવુ... અને જેપ્રમાણે હુકમ થાય તેપ્રમાણે અમલ કરવેા.
મરહુમ બાદશાહ શાહજહાંના વખતમાં ધડાએલા કેટલાક કાયદા હાલસુધી ચાલુ છે, તેથી લેાકાને ફાયદો થાય તે માટે જે જે વખતે જે કાયદાઓ ઘડવામાં આવ્યા હતા તે લખવામાં આવે છે. મનસદારોના માલની સિ
સને ૧૦૭૭ હિજરી ( સને નવ જુલુસી ) ના સરમાસની પહેલી તારીખ ને મગળવાર, તથા મજકુર સનના માહે શેહેરયુર ઇલાહીની ખારમી તારીખના દીવસે સઇદ શિરામણી, અશરાકનાં છત્ર, પ્રધાનપદના લાયક, અને પરાપકારી ઇતિખારખાનના પત્ર મીર ઇમાદુદ્દીન પ્રધાનની મારફત કામરાનબેગ રિપોર્ટરના અધિકારની વખતે લખાએલા આવ્યાથી હજુર હુકમથી લખવામાં આવેછે કે, જો કદી કોઇ સરકારી નેાકર મરી જાય અને તેના કાઇ વારસ ન હોય, તેમ તેનાપર કંઈ સરકારી લેહેણું પણ ન હેાય તેા તેની મિલકત ખેતુલ-માત્ર ( નિવારસી માલ ) ના અધિકારીને હવાલે કરવી. પણ જો કદી સરકારી લેહેણું તેના પાસે નિકળતું હાય, તે લેહેણા જેટલી રકમ સરકારમાં વસુલ લઇ, બાકી રહેલા માલને ખેતુલ-માલમાં નાખી દેવેશ, પરંતુ જો તેના કોઇ વારસ હોય તે, તેના મરી ગયા પછી ત્રણુ દહાડા કેડે તેના માલને જપ્ત કરી લેવા, અને સરકારી લેણાથી વધારે માલ હાય તા સરકારી લેણા જેટલા લઇ લઇને બાકી રહેલા માલને વારસાની સાખીતીપૂર્વક ખાત્રી કર્યા પછી વારસામાં વહેચી દેવેા. પણ જો મિલ્કત કરતાં સરકારી લેહેણું વધારે હોય તે। સધળા માલને સરકારી લેહેણા પેટે લઇ લેવા. સરકારી લેહેણું બિલ્કુલ ન હાય તે। તેના ખરા વારસા નક્કી હરાવી તેમને સોંપી દેવા અને તેમને હરકત કરવી નહિ. આ વિષે સુબાએના દીવાનેા ઉપર આખા રાજમાં હુકમ માકલવામાં આવ્યા કે આ હુકમ પ્રમાણે માલને જપ્ત કરવામાં અમલ કરવેા.
ત્યારબાદ અમદાવાદના બગીચાઓની ઈમારતાના તથા બીજા કારખાનાંના મુત્સદીએએ અરજ કરી કે, આજથી પહેલાં મત્તુરાવિગેરેની મજુરીમાં એકવીશ માસાના પૈસા આપવામાં આવતા હતા અને મજકુર સનના શવ્વાલ માસથી પૈસાનુ ચલણુ બંધ કરવામાં આવ્યું છે. તથા