Book Title: Mirate Ahemadi Athva Gujaratno Itihas
Author(s): Pathan Nizamkhan Nurkhan Vakil
Publisher: Pathan Nizamkhan Nurkhan Vakil
View full book text
________________
£ ૨૧ ]. કોટવાલ કે દેશાઇ દાણચોરીની ખબર કરે છે અને પિતે પણ શામેલ થાય છે. (૮) જેઓ બળદેવિગેરે ભાર ઉચકના પશુઓને બહારથી શહેરમાં લાવે છે તેઓ ઘાસ તથા કડબ વેચાતી લઈ ખવરાવે છે તેઓ પાસેથી બળદ ચારવાને કર મુત્સદી લેકે એકવાર એક ટકો લે છે. (૧૦) ઘાસ તથા કડબના દરેક ભર ( ગાડું ) ઉપર કેટલેક ઠેકાણે એક પુળો ઘાસને કે કડબનો તથા પાંચશેર કાઠી ( લાકડાં ) લે છે, અને દરેક ભારે ચાર બદામ પ્રમાણે વસુલાત કરે છે. (૧૧) પચુસણ એકાદશી અને હિન્દુઓના દિવાળીના તહેવાર ઉપર દુકાનો બંધ થાય છે તેનો બંદોબસ્ત રાખવા, કે હમેશાં દુકાને ઉઘાડી રહે અને વેપાર ખુલ્લી રીતે ચાલુ રહે. (૧૨) અહમદાબાદ શહેર તથા તેના તાબાના પરગણાઓમાં મજુરોને વેઠવિગેરેનું ઘણું દુઃખ પહોંચે છે. (૧૩) મુસદીઓ, શેઠીઆઓ અને દેશાઈઓ ઘણું ખરા પરગણુઓમાં નવાં અનાજની આવકવખતે રૈયતને વેચાતું લેવા આપતા નથી, પણ પ્રથમ પોતે ખરીદ કરી લે છે, અને કેહી ગએલું કે સડી ગએલું અનાજ વહેપારીઓને વેચાણ આપી સારા અનાજનો ભાવ જબરદસ્તીથી મુકાવે છે. (૧૪) એક જાત કે જેઓ અદેવાયા કહેવાય છે ને ભાડુતી ગાડીઓનો ધંધો કરે છે, તે લોકોએ બુરહાનપુર વિગેરે બીજી કોઈ જગ્યાએથી એક બળદ ખરીદ કર્યો હોય અને ત્યાં તેનું મહેસુલ આપ્યું હોય છતાંપણ પાછી જ્યારે અહમદાબાદમાં આવે તો ફરીથી તેની ખરીદીનું હાંસલ આપવું પડે છે. અને જો હાંસલ ન આપે તો તેને ગુનેહગાર ઠરાવી તેનો દંડ લે છે. (૧૫) અધિકારીઓ અથવા શ્રીમતે પિતાના તથા સરકારી બાગ ( બગીચા કે વાડી ) માં ભાજીપાલ તેમજ ફળ ફુલ વિગેરે મે વાવે છે, અને કાછીઆઓને દશવીશ ગણું કરી વેચાણ આપી તેની કીમતનાં નાણાં જબરદસ્તીથી કઢાવે છે. (૧૬) પ્રથમ બળદ તથા ગાય-ભેંસની ખરીદી વખતે મહેસુલ લેવામાં આવે છે તેવી જ રીતે મજકુર સુબાના તાબાના પર ગણાઓમાં પણ કંઇક ઠરાવ કરી લેવાય છે અને વધ કરવાની વખતે દરેક જાનવર દીઠ દોઢ રૂપિઓ વસુલ કરવામાં આવે છે તેથી માંસ મધું મળે છે. (૧૭) સરસપુરમાં ઘી તથા તેલના કુલ્લા ઉચકનારા પાસેથી દરેક વર્ષે એક રૂપિઓ લેવાય છે. (૧૮) અહમદનગરમાં કસ્બાની અંદર દરવાજા નજીક મરજીદ આવેલી છે, ત્યાં અમલદાર ન હોવાથી કોળી લોકોને નાણું આપી કસ્બામાં રહે છે, અને એક વર્ષ થયાં કળી લોકો મુસલમા.