Book Title: Mirate Ahemadi Athva Gujaratno Itihas
Author(s): Pathan Nizamkhan Nurkhan Vakil
Publisher: Pathan Nizamkhan Nurkhan Vakil
View full book text
________________
[ [ ૨૧૭ ] કિલ્લાઓ તૈયાર કરાવ્યા. જેમાં એકનું નામ આઝામાબાદ અને બીજાનું નામ પિતાના પુત્રના નામ ઉપરથી ખલીલાબાદ રાખ્યું. તે સિવાય કાઠીઆવાડમાં આવેલા ચુડારાણપુરમાં એક મોટો કિલ્લો તથા બીજી ઇમારતે બાંધી તેનું નામ શાહપુર રાખ્યું.
સને ૧૦૪૬ હિજરીમાં, આકાફાઝીલ અથવા ફાઝીલખાને કે જે, પહેલાં સુબાને દીવાન હતો અને હમણું વડોદરાની ફોજદારી કરતો હતો તે હજુરના બેલાવવાથી દરબારમાં હાજર થયે; તેને સુંદર પિશાક અને સોનેરી સાજ (શણગાર)વાળો ઘોડો આપી શાહજાદા મુહમ્મદરગજેબના રિસાલામાં દાખલ કર્યો.
હવે જે પાંચ લાખ રૂપિયા મક્કાના મુતવલ્લીઓ અને ફકીરે વિગેરે ગરીબ-લાચાર લોકોને ખેરાતઅર્થે આપવાનો ઠરાવ થયો હતો તેમાંથી મળે હજ કરવા જવાની પરવાનગી મેળવેલા હકીમ અબુલ કાસમ (રાજધ)ને આપવાની આજ્ઞા થઈ અને ગુજરાતના સુબા–અમલદારે ઉપર હુકમ આવ્યો કે હકીમના ત્યાં પહોંચતાંજ અરબસ્તાન જતાં રસ્તાના વપરાશની ચીજો (સાહિત્ય) ખરીદ કરી તેની સાથે મેકલી દેવી. અને તેવી જ રીતે તેનો અમલ પણ કરવામાં આવ્યો. ત્યારબાદ સુરતબંદરની કિલ્લેદારીપર સૈયદ ઇલહદાદની નીમણુંક થઈ, અને એજ વર્ષ સઈદ મુહમ્મદ ગુજરાતીના દીકરા શાહઆલમ સાહેબના પૌત્રને દશહજાર રૂપિયા તથા તેમના બે દીકરાઓને સોનેરી પિશાક આપી ગુજરાત તરફ રવાને કર્યા અને ગુજરાતના મુતવલ્લીઓ વિગેરેને આપવા માટે છે સોનામહે સઈદની સાથે મોકલવામાં આવી.
મજકુર વર્ષના રમજાન માસમાં મિરઝા ઇસાત રખાનની પેશકશના પંદર કચ્છી ઘોડા જુનાગઢથી મોકલેલા તે શ્રીમંત સરકારની સન્મુખે નજર કરવામાં આવ્યા. આ વર્ષે આઝમખાને ભદ્રના કિલાનાં નગારખાનાંને દરવાજા નજીકની ધર્મશાળાની ઈમારતનું કામ પૂરું કર્યું. તે તેની બનાવેલી ઈમારત છે. આ ઇમારતની સંત આ કવિતામાંથી નીકળે છે.
કવિત હા તિક્ષાલે તારીખશ ચું જુસ્તમ,
નિદા આમદ મકાને રે એહસાં. અર્થ–સરસ્વતિથી તેની સંવતની મેલાગણી કરી તે પ્રેરણું થઈ
કે જેમ કુશળતાવાળું ઘર.