Book Title: Mirate Ahemadi Athva Gujaratno Itihas
Author(s): Pathan Nizamkhan Nurkhan Vakil
Publisher: Pathan Nizamkhan Nurkhan Vakil
View full book text
________________
[
૨૫૨
]
સને ૧૦૬૮ હિજરીના માહે રબીઉસ્સાનીમાસની તારીખ વીસમીને જ શહેરમાં દાખલ થયો ત્યારે, તેણે પ્રજાના ઉપર દુઃખદાયક જુલમ વર્તાવવા માંડ્યો અને શાહજાદા મુરાદબક્ષને રહી ગએલો માલ, કારખાનાં તથા જણસો ઉપર નજર નાખી આશરે દશ લાખ રૂપિયાસુધીને માલ ઉચાપત કરી દીધે, અને નાણુને પોતાની મરજી પ્રમાણે ઉપયોગ કરી, જેમ આવે તેમ ઉડાવી લશ્કરી સિપાહીઓ ભેગા કરવામાં વિખેરવા લાગે; તેમજ સુબાના કુમકી (મદદગારો) વિગેરે કાતીઓને રોકડ ઈનામ ઈકરામોની લાલચથી લોભાવી, મનસુબો તથા મોટી મોટી પદવીઓની લાલચમાં નાખી દીધા. ત્યારબાદ ફળદ્રુપ શહેર સુરતબંદર ઉપર પોતાની લેબ દણી ફેરવી. આ વખતે અમીના નામનો માણસ, કે જેણે મરહુમ બાદશાહના વખતમાં ગુજરાતને અધિકાર ભોગવે, તે અહમદાબાદમાં હતા, તેને પિતાના તરફથી અધિકારી નિ; અને ત્યાંનો સરકારી અધિકારી સાદિક મુહમ્મદખાન કે જે મુસદી હતો, તે વગરતજવીજે કંઇપણ વિચાર Íસિવાય પિતાથીજ બરતરફ થઈ ઘેર બેઠે, અને દારાસિકેહના હાકેમ અમીનાએ ખાલસા થયેલા માલ ઉપર હાથ નાખ્યો. ટુંકમાં એટલું જ કે, દારાસિકોહે અહમદાબાદમાં એક માસ ને સાત દિવસ ગુજાર્યા બાદ સારું લશ્કર એકઠું કરી, બાવીશ હજાર સ્વારે તથા તપખાનું બનાવી, પૂરતી તૈયારી કરી જમાદીઉલ આખર માસની પહેલી તારીખે અહમદાબાદથી રવાને થઈ મીરઝા શાહનવાઝખાન સફવીને પિતાના તાબેદારો તથા સગાસંબંધી સહિત તેમજ મુરાદબક્ષની ઘણીઆણી અને સુબાના સારા અધિકારીએ જેવાકે-રહેમતખાન (સુબાને દીવાન, મુહમ્મદ બેગખાન, કે જેને “ફઝલ બાશનનો ખિતાબ આપ્યો હતો તેને, અને બીજા કેટલાકને પિતાની સાથે લઈ, સૈઈદ જલાલબુખારીના ભાઈ સઈદ એહમદને ગુજરાતનો સુબો બનાવી, પિતાના નેકરે પિકી કોઈપણ માણસને અત્રે નહિ મુકતાં શ્રીમંત બાદશાહ ઔરંગજેબની સાથે રણસંગ્રામ કરવાના મનસુબાથી અજમેર તરફવિદાય થયો.