Book Title: Mirate Ahemadi Athva Gujaratno Itihas
Author(s): Pathan Nizamkhan Nurkhan Vakil
Publisher: Pathan Nizamkhan Nurkhan Vakil
View full book text
________________
[ ૨૫૬
તેથી સુખાની દીવાનીના મુત્સદ્દી રાજા રઘુનાથદાસની માહારથી સરકારી હુકમા નિકળતા હતા. આ વખતે મજકુર રાનની મેાહારથી સુખાના દીવાન રહેમતખાન તરફ ભાંગ વાવવા તથા વહેંચવાની મનાને હકમ પહેાંચેલી. તે નીચે મુજબ છેઃ~~
હુકમ-—પ્રધાનપદ તથા ઉત્તમ માનને પાત્ર રહેમતખાનને માલુમ થાય કે શ્રીમત બાદશાહના હુકમ થયેા છે કે, સઘળા રાજ્યમાં કોઇપણ સ્થળે નિશા(કે)વાળી વસ્તુ જેવી કે, ભાંગ વાવવી નહિ, પરંતુ તેને બદલે ખીજી કાઇ વસ્તુનું વાવેતર કરવું. જેથી ફરજ પાડી લખવામાં આવે છે કે, આ માન પહોંચેથી ખાલસા પરગણાના અધિકારી, જાગીરદારા તથા તમારા તાખાના અમલદારા વિગેરેને હુકમ કરવા કે, દરેકે પોતપોતાના તાબાના શહેર કે પરગણામાં તાકીદ કરવી કે કોઇપણુ માણુસ ભાંગ વાવે નહિ, પરંતુ તે બદલ ખીજી વસ્તુ વાવે. તેમ છતાં જો કોઇ હુકમના અનાદર (અપમાન) કરી વાવે તેા તેને સખ્ત શિક્ષા કરવી, કે જેથી બીજો કાઇ એ કામ કરવા માટે હિમ્મત ધરે નહિ, માટે ખાસ અવસ્ય તા એ છે કે આ બાબતમાં ઘણીજ તાકીદ સમજી જ઼માનપ્રમાણે અમલ કરવા અને કોઇ એથી ઉલટુ કરે નહિ તે માટે પૂરતી તપાસ રાખવી. જે કાઈ પણ અમલદાર કે જાગીરદાર તે વિષે અજાણપણુ' દર્શાવશે તે તેને પણ ગુનેહગાર ગણવામાં આવશે. આ વિષે વધારે લખવાની જરૂર નથી, માટે ટુંકામાં સમજી લેવું. તા. ૧ લી માહે રમઝાન સને ૧૦૯ હિજરી. દાણાના મહેસુલિવષે બાદશાહી ફરમાન અને બીજી વખતની તખ્તનશિનીના રાજ્યાભિષેક
માહે રમઝાનભાસની મુબારક તારીખ ૨૪ મી રવીવારે શાહજહાંખાદ એટલે દિલ્લીની રાજધાનીમાં કિલ્લાની અંદર સિક્કા તથા ખુતબાનેા કરાવ કરવા માટે બીન વખતના રાજ્યાભિષેકની ક્રિયા કરવામાં આવી. તે રાજ્યાભિષેકની તારીખ, માસ તથા વર્ષ જુના રાજવહીવટપ્રમાણે ચંદ્ર ગતિના ગણિતથી ઠરાવવામાં આવ્યા. તે વખતે કરમાના મેકલવામાં આવ્યાં કે ઝુલુસી સાલ (વર્ષ) રમઝાનમાસની પહેલી તારીખથી ચાલુ કરવી; તે પછી રાજ્યના મેટા કાછને આજ્ઞા કરવામાં આવી કે, એક છટાદાર ખેતમે કે જેમાં રાજ્યનું ઉપનામ હાય તે તૈયાર કરી વાંચી સંભળાવા. તે આના થતાં કાજીએ અરજ કરી કે પિતાની યાતીમાં પુત્રના નામનું ભાષણ (ખેતમે!)