Book Title: Mirate Ahemadi Athva Gujaratno Itihas
Author(s): Pathan Nizamkhan Nurkhan Vakil
Publisher: Pathan Nizamkhan Nurkhan Vakil
View full book text
________________
[ ૨૬૪ ]
સદારત ઉપર મીર ભુલૢની નિમણુક થઇ, જેથી તેણે ત્યાંના ચાર્જ સંભારી લીધા. ત્યારપછી સને ૧૦૭૪ હિજરીના સરમાસની બીજી તારીખે મેટા પ્રધાનના હાદો હજુરમાં જાફરખાનને આપવામાં આવ્યા. દારાસિકોહતુ' નામ ધારણ કરનાર મલુચનું શિક્ષાએ પહોંચવું
અહમદાબાદના સુખાના વખતના બનાવા પૈકી એક એ પણ મનાવ છે કે, એક મલુચ જાતના ડખાર કે જે, વિરમગામ તથા ચુવાલની સરહદમાં પેાતાને દારાસિકાહ કહેવડાવવાની ઘેલછામાં પડયા હતા, તેણે કેટલાએક ખાર-લુચ્ચા લેાકાને ભેગા કરી તેાફાન મચાવી દીધું હતું તેને, તથા જે કાળી લોકોએ તેને પેાતાની જુના વખતથી ચાલતી આવેલી આદત અને સ્વભાવને લીધે આશરેા તથા મદદ આપી હતી તેનેા નાશ કરવા માટે સુખ મહાબતખાને જેવી રીતે ધાયું હતું તેવીજ રીતે એકઠા થયેલા સઘળા બંડખારાને એકદમ વિખેરી નાખ્યા, કાળી લોકોને સખ્ત શિક્ષા કરી તામે કર્યા, અને તે તેાકાની બંડખેાર(બલુચ)ને પાયમાલ કરી આ દેશમાંથી ખરાબ હાલતે કાઢી મુકયા. તે પછી ત્યાંના બંદોબસ્ત અર્થે ખંભાતનું થાણું, કાજના અને એલપાડ તામે પેટલાદનું થાણું કાયમ કરી, તેના ઉપર દેખરેખ રાખવા માટે સેઇ મેહમુદખાનને નિમ્યેા. આ વખતે મહાબતખાન ઉપર સરકારી માત આવ્યું કે, ચુંવાલના કાળી દુદાને શિક્ષા કરી અને પાંચસે સ્વારા સાથે શેર ખાખીની નિમણુંક કરી, તે સાંભળી ચાગ્ય બંદોબસ્ત છે એવુ અમે માનીએ છીએ; તેાપણુ પૂરતી સંભાળ રાખવી અને બીજા સે। સ્વારા ખાસ કુમક (મદદ) માટે રાખવા.
સુરતમંદર ઉપર શિવાજી મરેઠાની લુંટ અને મુખાના અધિકારીનું તેની સામા જવું,
જે વખતે શિવાજી દક્ષિણમાં ખંડ ઉઠાવી સુરત દર તરફ્ આવી લુટાટ કરવા લાગ્યા તે વખતે સુરતમાં કાટ(ગઢ-કિલ્લા) નહિ હાવાથી ત્યાંના વેપારીઓ તથા વતનીઓની ઘણીજ બરબાદી થઇ અને બેચેની ફેલાઇ ગઇ. તે જોઈ જ્યારે શિવાજી લુટાટ કરી પાછા કર્યાં ત્યારે સુબાનેા અધિકારી કેટલુંક લશ્કર લઇ તેની સામે આવ્યા, અને કટલાક ફોજદારા પણુ જમીનદારે।નું લશ્કર લઇ મદદ કરવામાટે સામેલ થયા.