Book Title: Mirate Ahemadi Athva Gujaratno Itihas
Author(s): Pathan Nizamkhan Nurkhan Vakil
Publisher: Pathan Nizamkhan Nurkhan Vakil
View full book text
________________
[ ૨૬૩ ]. જાતભાઈઓનું ઉપરીપણું તથા રાજ્યકારભાર ધમધોકાર ચલાવવા લાગ્યો. રણમલન ઇતરાજી પામેલો ભાઈ રાયસિંહ નાલાયક, બંડખોર અને અને ભિમાની હતું. તેને એની નિમણુંકથી ખોટું લાગ્યું, તેથી તેણે પાયમાન થઈ શત્રતા કરવા માંડી, અને તેને ત્યાંથી કાઢી મુકી સઘળું લઈ લેવાની તૈયારી કરી. તે રાયસિંહ રાજખટપટના કામમાં નિપૂણ હતો, જેથી લોકોને તેનાથી વિખુટા પાડી પિતાના પક્ષમાં લીધા અને સમજાવી ફેસલાવી પાંચ છ હજાર સ્વાર–પ્યાદા ભેગા કરી બંડ મચાવી દીધું. જેમાં રાજપ્રધાન ગોવરધન કે જે, સતરસાલને ભાઈ હતું તેને મારી નાખે. સતરસાલને તેના કરે, ખવાસો, અધિકારીઓ અને તેની માતુશ્રી સાથે કેદ પકડી, તેની જમીનદારી ઉપર કબજો કરી ગાદીએ બેઠે, અને કચ્છ દેશના સઘળા જમીનદારોને પોતાની તરફ ખેંચી લઈ પોતે ધારેલું કાર્ય બેધડક રીતે સિદ્ધ કરી લીધું. આ વખતે કુતબુદ્દીનખાન (સોરઠને ફોજદાર) તે દેશને બંદોબસ્ત કરતો હતો, અને અધિકાર ભોગવતો હોવાથી જ તેને મુકામ ત્યાંજ હતો. જ્યારે તેના માણસોએ ખબર કરી કે રાયસિંહને દીકરે તમાજી અને તેનો ભાઈ જબા-બન્નેએ પોતાની સાથે ત્રણ હજાર બંડખોરોને લઈને હાલાર પરગણામાં બખેડો ઉઠાવ્યો છે. તે ઉપરથી કુતબુદીનખાને પોતાના દીકરા મુહમદખાનને બે હજાર સ્વારની સાથે તે બન્નેને હરાવી, પકડી લાવવા માટે હુકમ આપી મેકલ્યા. આ હકીકતથી વાકેફ થતાંજ બન્ને જણ પિતાના સાથિઓ સહિત મજકુર પરગણામાંથી નાસી જઈ કછ તરફ નીકળી પડ્યા. તેમને પકડી પાડવામાટે મુહમદખાને પણ ઉતાવળ કરવામાં કંઈ કચાશ નહિ રાખતાં તેઓને પકડી પાડ્યા અને સામસામું ભયંકર યુદ્ધ થયું. તેમાં તોફાની અધર્મીઓના એકસો સાત માણસો કપાઈ ગયાં અને બાકીના અધમુવા જેવી સ્થિતિમાં નાસી છુટયા; તેમ મુહમ્મદખાનના પણ કેટલાક મુસલમાન લડવૈયાઓ લડાઈમાં ખપી ગયા. જ્યારે આ અધર્મીઓનાં તોફાન તથા બંડથી કુતબુદ્દીનખાને તે દેશને તદન નિરાળો એટલે શાંત-સહિસલામતીવાળો કરી મુક્યો અને ત્યાને પાકે પાયે બંદોબસ્ત થઈ ગયો ત્યારે તે જુનાગઢ તરફ પાછો ફર્યો. આ ફતેહની ખબર જ્યારે દરબારમાં પહોંચી ત્યારે તેના ઉપર ઘણી જ મહેરબાની થઈ અને હજુર હુકમથી આ શહેર (નવાનગર)નું નામ ઈસ્લામનગર મુકવામાં આવ્યું. આ વર્ષની આખરીએ અહમદાબાદના સુબાની