Book Title: Mirate Ahemadi Athva Gujaratno Itihas
Author(s): Pathan Nizamkhan Nurkhan Vakil
Publisher: Pathan Nizamkhan Nurkhan Vakil
View full book text
________________
[ ૨૬૧ ] સિઈદ હસન કે જેઓ રાજ્યાભિષેકની મુબારકબાદી આપવા માટે દરબારમાં આવ્યા હતા તે સધળાઓને સારા પિશાકો આપવામાં આવ્યા અને તેઓ કેટલાક માસ સુધી સરકારી સેવામાં હાજર રહ્યા. સૈયદ જાફર ગાદીવાળાને એક હાથી, પોશાક તથા દશ હજાર રૂપીઆ રોકડા આપવામાં આવ્યા, સૈઈદ જલાલના ભાઇ સૈઈદ હસનને પિશાક, એક હથણી તથા એક હજાર રૂપિયા રોકડા ઇનામ મળ્યા, અને કુતબે આલમ સાહેબની ગાદીવાળા સૈઈદ મુહમદ સાલેહ બુખારીને પોશાક, હથણી અને બસો સોનામહોરો. આપવામાં આવી. છેવટે બાદશાહી મહેરબાની સંપાદન કરી તેઓ પિતાના દેશ અહમદાબાદ તરફ રવાના થયા. ત્યારપછી સને ૧૦૭૧ હિજરીમાં શ્રીમંત બાદશાહના શ્રવણે એવું આવ્યું કે, બસરાના હાકેમ હસન છે પાશાએ શુદ્ધ અને પવિત્ર નિષ્ઠાથી બાદશાહના રાજ્યાભિષેક થવાના શુભ અવસરની ખુશાલીની યાદગીરીમાં કાસમ આકાની સાથે કેટલાક ઘેડાની ભેટ પિશકશી દાખલ મોકલી છે તેથી તેના સુરતબંદર પહોંચ્યાની ખબર જાણવામાં આવતાં ત્યાંના મુત્સદી મુસ્તફા ખાન ઉપર સરકારી હુકમ આવ્યો કે, કાસમ આકાને ચાર હજાર રૂપિયા ખર્ચ પેટે આપી દરબારમાં મોકલી દેવો. ત્યારબાદ એજ વર્ષના શવ્વાલમાસમાં સરકાર તરફથી સારઠના ફોજદાર કતબુદીનખાન પેશગીને કિંમતી પોશાક તથા સોનેરી સાજવાળો ઘોડે, અને કચ્છના જમીનદાર તમાજીને પિશાક આપવામાં આવે; તેમજ સુબાને કુમકી સરદારખાન હજુર હુકમાનુસાર દરબારમાં આવી સેવામાં હાજર થયે; તેથી એક હાથી તથા કેટલાક ઘોડા ઉપરાંત આ દેશની રૂઢી પ્રમાણે પુરી ટીપની કેટલીક ભેટો પેશકશી દાખલ રજુ કરી. જે ઉપરથી તેને ભરૂચની ફોજદારી ઉપર નિમવામાં આવ્યો.
સને ૧૦૭૨ હિજરીમાં અહમદાબાદની સુબેગીરીપર બિરાજતા મહારાજા જસવંતસિંહ ઉપર સરકારી ફરમાન આવ્યું કે, પિતાની સઘળી સન્યા લઈ અમીરૂલ ઉમરા કે જે, દક્ષિણમાં શિવાજી મરેઠાની સામા યુદ્ધ કરે છે તેની મદદે જવું. તે પછી જુનાગઢના ફેજદાર કુતબુદ્દીનખાન ઉપર હુકમ કરવામાં આવ્યો કે, સરકારી અજ્ઞાથી જ્યાં સુધી બીજો સુબે ન આવે ત્યાં સુધી તમારે સુબેગીરીનો અધિકાર ચલાવો. જેથી તે સરકારી ફરમાનને માન આપી મજકુર સનના મોહરમ માસની ૧૭ મી તારીખે અહમદાબાદ આવી સુબા તરીકે કારોબાર ચલાવવા લાગ્યો. આ વર્ષમાં સુરતબંદરના મુત્સદી મુસ્તફાખાનની પેશકશીના અગ્યાર અરબી ઘોડા અને પાંચ ગુરદાસીએ સરકારમાં દાખલ થઈ.