Book Title: Mirate Ahemadi Athva Gujaratno Itihas
Author(s): Pathan Nizamkhan Nurkhan Vakil
Publisher: Pathan Nizamkhan Nurkhan Vakil
View full book text
________________
[ ૨૩૭ ] છવીશ જુલુસીથી, કાબુ તથા ઇરાનીની કમી જાસ્તીના આંકડા હેઠળ લખ્યા પ્રમાણે તેના પગારમાં મુજર કરો. અને ઇરાકી ઘડાને સુબા શિવાયના દેશમાં, દક્ષિણમાં. અહમદાબાદમાં, બંગલામાં, ડેસામાં, તથા ઠઠ્ઠામાં નોંધી દાખલ કરવો નહીં ( હેઠળની તપસિલ, જેમ ધોરણ લખ્યું છે તેમ લખવાનું યોગ્ય નહિ લાગવાથી લખી નથી. તારીખ. ૫ માહે રબીઉસ્સાની.)
એજ વર્ષે ઉમરતરીનના બદલાયાથી હાફિઝન સિર (સુરત બં. દરના મુસદી)ને ત્યાંની ફોજદારીના એદ્દા ઉપર ચઢાવવામાં આવ્યો, સેબંદીના ખરચનો એવો ઠરાવ થયો કે દર વર્ષે એંશી હજાર રૂપીઆ રોકડા-અર્ધા બાદશાહી સરકારમાંથી તથા અર્ધા મલકાદરીન બેગમ સાહેબની સરકારમાંથી લેતા રહેવું
હિમતખાનને ધોલકાની ફોજદારી આપવામાં આવી અને તેના મનસબમાં વધારો કર્યો. અલીચુલી નામનો માણસ કે જેની સાથે મકાના શરીકે એક અરજી મકાઉપર બાદશાહની આસ્તાના વખાણની તથા તે સાથે એક અરબી ઘોડે જે દરબારમાં મોકલ્યો હતો તેના સુરત બંદરે પહોંચવાની હજુરમાં અરજી થઇ, તેથી હજુર આનાપ્રમાણે ત્યાંના મુસદીઓએ બે હજાર રૂપીઆ ઇનામ દાખલ આપ્યા, તે લઈને હજુર દરબાર ભણી રવાને થયો.
સુબા તરીકે વહીવટકર્તા શાઈસ્તાખાને મોકલેલી પેશકશી-થોડાંક રત્નજડિત્ર હથીઆર તથા બે હાથીઓ સરકારની સમક્ષ નજર કરવામાં આવ્યા. સૈઈદ દિલેરખાનનો જમાઇ સૈદદ શેખન પાંચસોનો વધારે, પંદરસોનું મનસબ અને હજાર સ્વારોથી દિલદારબેગના બદલાયાથી થરાદ વિગેરે પ્રગણાને તેહવાલદાર ઠરાવવામાં આવ્યો. શેખ અબદુલ્સમદ અમુદીને સુબાની બક્ષિગીરી તથા વૃત્તાંત લેખકનો ઓબ્ધ અપાયો, મુહમ્મદ અ. મીન લશકરી સેના રજીસ્ટ્રારની જગ્યા ઉપર નિમાયો, અને હજુરમાંથી અબદુસ્સમદખાનની સાથે ખાસ તબેલામાંથી બે ઘોડા–એક ઇરાકી સોનેરી સાજ સાથે તથા બીજો તુક-સુબા શાઈસ્લાખાનને ઈનામ મોકલાયા, અને અલીચુલી મકાનો પ્રવાસી પણ વિદાય થયો. દશ ઇરાકી ઘોડા તથા હાષ્ઠિમુહમ્મદ નાસિર (સુરતબંદરના મુસદી)ના સરકારને વાસ્તુ ખરીદ કરેલા અરબી ઘોડા દરબારમાં સરકારની સમક્ષ નજરાણા દાખલ મુકાયા, તેમાંથી સરપંગ-અરબી અને એરાકી-કુમેદ ઘોડાઓ બાદશાહને પસંદ