Book Title: Mirate Ahemadi Athva Gujaratno Itihas
Author(s): Pathan Nizamkhan Nurkhan Vakil
Publisher: Pathan Nizamkhan Nurkhan Vakil
View full book text
________________
[ ૨૪૮ ] હરાવી અકબરાબાદની રાજધાની કે જ્યાં શ્રીમંત શાહજહાન બાદશાહને મુકામ હતું, ત્યાં પહોંચી હજુર રૂબરૂ જવા ધાર્યું. ઘણી મજલે તથા ભારે પંથ કાપ્યા પછી એટલે સને ૧૦૬૮ હિજરીના શાબાન માસની નવમી તારીખે રાજધાની આગળ મુકામ કર્યો, અને મુહમ્મદ દારાસિકહે ધોલપુર આ ગળ લડાઈ કરી, તેમાં તે રમજાન માસમાં હાર પાપો અને શવ્વાલમાસની ચોથી તારીખે મુરાદાબક્ષ કેદ થયે; એટલે રંગજેબ દારાસિહની પેઠે પડી દિલી રાજધાની તરફ કુચ કરી ગયો. રસ્તામાં જ્યારે બાગે અઇઝ (સુંદર અને સુગંધિ પ્રખ્યાત બગીચો)માં મુકામ થયો ત્યારે મજકુર સનના જીલ્કઅદ માસની પહેલી તારીખે (મુહુર્ત પ્રમાણે) પંદર ઘડી અને બાવીશ પળ વિત્યા પછી તખ્તનશન થવાની ક્રિયા કરવામાં આવી. આ મુહુત જોષીઓએ કાઢેલું હતું. ખુતબો તથા સિકો–બીજા વખતની તમનશિની ઉપર મુતવી રાખી પુડ લઈ રવાના થયો. કહે છે કે, આ તનશિનીની સાલ બાદશાહે પોતે જ કહી છે. તે આ પ્રમાણે “આફતાબે આલમતાબમ” એટલે “હું જગપ્રકાશિત સૂર્ણ છું.”
હવે જોરજુલમ કે રાજીખુશીથી મુહમ્મદ મુરાદાબક્ષ પોતાની સાથે અહમદાબાદના સુબાના દીવાન વિગેરે જેઓ મજકુર સુબાની તેહનાતીમાં હતા તેઓ જ્યારે બાદશાહની રૂબરૂ હજુર સેવામાં હાજર થયા ત્યારે રહેમતખાનને પિશાક, બેજારી મનસબ તથા છસો વારોના અધિકારીને દરજજો અને પહેલાં પ્રમાણે અહમદાબાદના સુબાની દીવાની ઉપર કાયમ કરવામાં આવ્ય-કુતબુદ્દીનખાન પેશગીને પિશાક, બે ત્રણ હજારી નિસબ અને બેવડા તેવડા ત્રણ હજાર સ્વારની સત્તા તથા સોરઠ સરકારની ફોજદારી આપવામાં આવી;-સરકરાઝખાનના દીકરા દીલદોસ્તખાનને પિશાક, સરદાર અને ખાનને ખિતાબ આપ્યો, તથા તેના નાનાભાઈ દીલદારબેગને પણ પોશાક, ખાનનો ખિતાબ અને પાટણ સરકારની
જદારી આપવામાં આવી. તેમજ સઈદ દિલેરખાનના દીકરા સિઈદ હસનને ખાન બનાવવામાં આવ્યો. એવી રીતે દરેક યોગ્ય વધારાથી સરકારી પાને પાત્ર થયા. ત્યારપછી સુરત બંદરના શાહુકાર સતીદાસ ઝવેરીને પિશાક અને બાદશાહી ફરમાન કે જે, “આ દેશની પ્રજા પ્રત્યે પૂર્ણ મહેર બાની ભરી લાગણી દર્શાવનાર તથા બાદશાહત તરફ સંતોષ અને વફાદારી ધરાવનાર–વિગેરે સર્વોત્તમ વચનેનાં વાકયોથી ભરપૂર હતું તે, મા