Book Title: Mirate Ahemadi Athva Gujaratno Itihas
Author(s): Pathan Nizamkhan Nurkhan Vakil
Publisher: Pathan Nizamkhan Nurkhan Vakil
View full book text
________________
[ ર૪૮ ] લવામાં આવ્યું, તેના ઉપર બાદશાહી મહેર નહતી, કેમકે બાદશાહની પદવી (હોદો) બીજી વખતની તપૂનશિની ઉપર રહેલી હતી; જેથી મહાર કોતરાવેલી ન હોવાથી બાદશાહજાદાના હોદાની મેહેર કરી, આપવામાં આવેલું કે તે તરફ સુબાના દીવાન વિગેરેની સાથે જઈ અમન ચમનની વધામણું ત્યાંના લોકોને પહોંચાડવી. મજકુર ફરમાનની નકલ નીચે મુજબ છે. ગુજરાતની સઘળી કેમના માણસેનાં મનની શાંતિ અર્થે
શ્રીમંત બાદશાહનાં ખુશાલીભર્યા ફરમાનની નકલ
શ્રીમંત હજુર બાદશાહની હિમ્મત અને નિયત પ્રજાની સુખશાન્તિ તરફ વળેલી છે. આ અવસરનો પ્રારંભ કલ્યાણકારી, તથા અંત ક્ષેમકુશળતા ભરેલો છે. સરકારી હજુરીઓમાં સર્વથી શ્રેષ્ઠ સતીદાસ ઝવેરીએ શ્રીમંત બાદશાહની હજુરથી અહમદાબાદ તથા પિતાને દેશ જવાની પરવાનગી મેળવી છે, તેથી તેને હુકમ કરવામાં આવે છે કે ત્યાં પહોંચ્યા પછી ત્યાંના સઘળા વહેપારીઓ, શેઠ-શાહુકારે અને તમામ પ્રજાવર્ગને અમારી ન્યાયીક દષ્ટિ અને ખરાં દીલની સાચી નિછવિષેની પૂર્ણ માહિતી આપવી, કે જેથી સર્વ પ્રજા રાજીખુશીથી હળીમળી એક સંપથી વર્તે, અને પિતાને ધંધારોજગાર પણ કંઈપણ ભેદ કે ભિન્નભાવ રાખ્યાવગર સલાહસંપથી ચલાવે; તથા હાલના તેમજ ભવિષ્યના અધિકારીઓએ ત્યાંના કામકાજ તથા મામલાઓમાં મુશાર ઈલેહને દરબારનો જુને સેવક જાણી તેના પ્રત્યે સારી વર્તણુંક તથા મહેરબાનીથી વર્તવું, તેમજ તેના રજુ કરેલા હિસાબમાં યોગ્ય મદદ આપવી, અને એ બંદોબસ્ત રાખો કે, કોઈ શખ તેને ઈજા કરે નહિ કે બીજા કેઈને હેરાન કરે નહિ. આ કામમાં તાકીદ સમજી, હુકમને માન્ય કરી તેને પૂર્ણ રીતે અમલ કરવા ખાસ ધ્યાનમાં રાખવું. તારીખ ૨૧ માહે છેઅદ સને ૧૦૬૮ હિજરી.