Book Title: Mirate Ahemadi Athva Gujaratno Itihas
Author(s): Pathan Nizamkhan Nurkhan Vakil
Publisher: Pathan Nizamkhan Nurkhan Vakil
View full book text
________________
[ ૨૪૪ ] બંધ હોવાથી દારાસિકેહની યોજનાના આધારે, વકીલો બંધીખાને પડવાથી અને ખાત્રીપૂર્વક ખબર ન પડવાથી, તેમજ બાદશાહની પ્રકૃતિ કેવી છે તેને પણ કંઇપણ સમાચાર મળવાથી હિન્દુસ્તાનના મામલામાં ઘણી ગેરબંદોબસ્તી ઉભી થવા પામી અને ભારે અડચણો તેમજ મોટાં તોફાનો થવા લાગ્યાં. આ વખતે બાદશાહજાદો મુરાદાબક્ષ કે જે, ગુજરાતનો સુબો હતો તેણે બાદશાહની તબીઅત નાદુરરત હોવાના સમાચાર સાંભળતાં જ વગરસોચે આગળ પાછળનો કંઇપણ વિચાર નહિ કરતાં અલ્પ બુદ્ધિનો ઉપયોગ કરી, પોતાના નિશ્ચયપણાનાં નિશાન ઉંચાં કરી તખ્તશિન થયો (ગાદી ઉપર બેઠે); અને પિતાનું મુરબૈજુદીન (ધર્મની વૃદ્ધિ કરનાર) નામ ધારણ કરી, રાજ્યધોરણની કુલ સત્તા પિતાને હસ્તક લઇ, સિો તથા ખુતબો પોતાના નામને ચાલુ કરી દીધું. ત્યારબાદ ફોજની એક ટુકડીને સુરત બંદર તરફ રવાને કરી. આ વખતે સુરત બંદર બેગમસાહેબના તાબામાં હતું. મજકુર
જે સુરત બંદરના કિલ્લાને ઘેરે ઘાલી, તે માંહેલા ખાલસા તથા બેગમ સાહેબના ખજાના માલમિલ્કત સહિત જોરજુલમથી કબજે કરી લીધા; તેમજ લોકોની માલમિત ઉપર પણ જોરજુલમ અને જબરદસ્તી ગુજારી, વિગેરે કેટલાંક નાલાયક કૃત્યો કર્યા. જેવાકે -ઇસ્લામખાનનો દીકરો અબ્દુલ લતીફ કે જે, સરકારનો ખાસ ભરોસાદાર અને પ્રમાણિક નોક૨ હતો, તેમ આ વખતે તે મજકુર બંદર (સુરત)નો મુસદી હતો અને સરકારી હુકમથી જ તે જગ્યાએ હકુમત ચલાવતો હતો તેને, બીજા મુત્સદીઓ સહિત કેદ કરી, અસહ્ય દુઃખો આપ્યાં. બીજું પિતાનો દીવાન અલી નકી કે જેને શ્રીમંત બાદશાહથી જાણુપિછાન હતી અને સરકારી હુકમથી શાહજાદાના તાબામાં નોકરી કરતો હતો તેને કંઇપણ કસુર કર્યા સિવાય તેમજ કંઈપણ ગેરવછાદારી જાહેર થયા વગર, એનું મન ફરેલું છે એવા વહેમથી અને તે શુભ શિખામણ આપતે હતો તેથી પિતાના હાથે તેને કતલ કરી નાખી, માથાના કરેલ તરીકે નોબતના નાદ કરવા લાગ્યો. આવાં ગેરવર્તણુંકવાળાં વર્તનથી વાકેફ થઈ બાદશાહજાદા મુહમ્મદ દારાસિકેહે શ્રીમંત બાદશાહને અરજ કરી. જેથી એવો ઠરાવ કર્યો કે, અહમદાબાદના સુબાને મુરાદાબક્ષ પાસેથી બોલાવી લઈ વાડને સુબેદાર બનાવવા માટે જે હુકમને માન્ય કરી તે તરફ જાય તે તેની કસુરો માફ કરવી, પરંતુ અમાન્ય કરે તે તેને કેદ કરી હજુરમાં પકડી લાવે.