Book Title: Mirate Ahemadi Athva Gujaratno Itihas
Author(s): Pathan Nizamkhan Nurkhan Vakil
Publisher: Pathan Nizamkhan Nurkhan Vakil
View full book text
________________
[ ૨૪૩ ]
સ્વારની સત્તા આપી, એક લાખ રૂપિયા નગદ (જેમાંથી વીસ હજાર રૂપિયા સરકારી હિસાખે ત્થા બાકીના એંશી હજાર સુરતમંદરના ખજાનામાંથી) આપવામાં આવ્યા અને ક્ષેમકુશળતાના પત્ર માકલાવ્યા, તે ઉપરાંત ખાસ પાશાક અને ખાસ તખેલામાંથી એ ઘેાડા અરખી, મીનાકારી-સાનેરી સાજવાળા સૈદ્નિ અલી, મલેક અખરના પુત્ર અને સાલેભેગ ગુરૂસમરદ્વારની સાથે મેાકલાવ્યા તથા જીનાગઢની તમામ આવક અને કુલ સત્તા આ વધારાના પગારપેટે આપવામાં આવી. આ પ્રમાણેની ખાદશાહની આટલી બધી મહેરબાની જોઇ તેને અહેશાન માની, બહાદુર બાદશાહજાદા સઘળું આવી પહોંચતાંજ લેવાને વાસ્તે ઘણી ધામધુમથી બહાર નિકળ્યા.
હવે જુનાગઢના તેવીલદારા શમસુદ્દીન તથા કુતબુદ્દીન ખેશગીને અરસ્પરસ એક બીજાને અણુબનાવ હાવાથી કુતબુદ્દીનને પાટણની તેવીલદારી તથા ફૈજદારી ઉપર બદલ કર્યાં અને શમસુદીનને પણ હુકમ કર્યાં કે દક્ષિણમાં બાદશાહજાદા મુહમ્મદ આરગજેમની પાસે પહેાંચી જવું. તે વખતે વીખાનના બદલાયાથી બક્ષિગીરી તથા વૃત્તાંત રિપોર્ટરની જગ્યા સીર મુહમ્મદ સહાનીને આપવામાં આવી અને તેને પાશાક તથા ઘેાડાનું ઇનામ પણ આપવામાં આવ્યું. ત્યારબાદ ખાદશાહજાદાની અરજ ઉપરથી એકહજારી મનસખ તથા ચારસા સ્વારેાની સત્તા ખાનજહાંના દીકરા સેઇદ મનસુરને આપી ગુજરાતના તેહનાતીમાં દાખલ કરવામાં આવ્યા.
સને
૧૦૬૭ હિજરીમાં-અમુલ્ય ભેટ સાગાદો તથા ઝવેરાત, અયાવીશ અરખી તથા કચ્છી ઘેાડાઓ, અને અઢાર ગુજરાતી બળદો, તેમજ ખીજી કેટલીએક બક્ષિસેા કે જે, બાદશાહજાદાએ હન્નુર દરબારમાં પેશકશી દાખલ મેાકલાવી હતી તે જોઈ શ્રીમત બાદશાહ પેાતાની પસંદગી બતાવી ઘણા ખુશી થયા.
એજ વર્ષ (સને ૧૦૬૭ હિજરી)ના લહેજ માસની સાતમી તારીખે એકાએક શ્રીમત બાદશાહ (શાહજહાન)ને ઘણાજ પીડાકારી રાગ રાતની વખતે લાગુ પડવાથી તખીયતની તન્દુરસ્તી બગડી ગઇ. તે એટલે સુધી કે, છેવટ પણ તન્દુરસ્તી પાછી આવીજ નહિ. આ મહાભયંકર–દુ:ખદાયક ખીના ધીમે ધીમે આખી બાદશાહતમાં ફેલાઇ ગઇ. પરંથ લાંખે। હાવાથી અને લુંટારૂ લોકેાન તાકાનને લીધે, તેમજ રસ્તાઓ પણ
શ્રીમંત શાહુજહાન(સાહેખ રિાન ખીન્ને) ખાદશાહની નાદુરસ્ત તબીયથી શાહજાદા મુરાદ
બક્ષનું રાજ્ય ચલાવવુ અને નાથુકની રાજધાની અકબરાબાદ તરફ્ જવું.