Book Title: Mirate Ahemadi Athva Gujaratno Itihas
Author(s): Pathan Nizamkhan Nurkhan Vakil
Publisher: Pathan Nizamkhan Nurkhan Vakil
View full book text
________________
[ ૨૪૨ ]. ઝવેરીઓમાં સર્વથી વધારે ઝવેરાતવાળો અને પુષ્કળ ધનવંત હેવાથી વહેપારીઓમાં નામચીન અને આગેવાન પણ ગણાતું હતું. તેણે ચાર અરબી ઘેડા પેશકશી દાખલ હજુરમાં મોકલ્યા. તે પૈકી નૂર નમનો ઘડો શ્રીમંત બાદશાહને પસંદ પડ્યો. જેથી હજુરમાંથી એક હાથી આપી માન આપવામાં આવ્યું. તે વખતે એક લાખ રૂપિયા અહમદાબાદના ખજાનામાંથી બાદશાહજાદા બહાદુરને હજુર હુકમથી ઈનામ દાખલ આપવામાં આવ્યા અને બે ઘડાઓ-એક અરબી તથા બીજે ઇરાકી–ખાસ તબેલામાંથી સોનેરી મીનાકારી જીનસહિત બક્ષિશ કરવામાં આવ્યા.
સને ૧૦૬૬ હિજરીમાં સુરતબંદર તથા ખંભાતબંદરની સત્તા (જગ્યા) મુઈઝઝુલમુકના નાના ભાઈ અબ્દુલલતીફને આપવામાં આવી. તે ઉપરાંત તેને રબીઉલ અવલ માસની ઓગણત્રીશમી તારીખે મનસબના વધારાથી માન આપી, સુરતની દીવાની–ફોજદારી અને બંદરને અધિકાર, હાફીઝ મુહમ્મદ નાસીરના બદલાયાથી સોંપવામાં આવ્યો; અહમદાબાદના સુબાની દીવાની ઉપર રહેમતખાન જાતીકા પાંચના વધારાની નીમણુંકથી દોઢ હજારી મનસબ પામી ચારસો સ્વારના ઉપરીપણાનું ભાન પામ્યા; બાદશાહજાદાનું એક લાખ રૂપિયાનું ઇનામ સુરત બંદરના ખજાનામાંથી ઠરાવવામાં આવ્યું અને સુરત બંદરના મુત્સદી મુહમ્મદ અમીનને તેની ખરાબ ચાલ, અપ્રમાણિકપણું, ઘાલમેલ અને સરકારી નાણાં વિગેરેના ગેરઉપયોગ વિષે શ્રીમંત બાદશાહના સાંભળવામાં આવવાથી જાગીર ખેંચાવી લઈ લોકોની ઈબરતના વાસ્તે તેને કેદ કરવાનો હુકમ કર્યો, અને જે કંઈ રકમો તેણે ઉડાવી હતી તે પાછી વસુલ કરવામાં આવી. મજકુર સનના શાબાન માસની અગ્યારમી તારીખે મુહમ્મદ કાસિમ તથા રેશનઝમીરને સુરત બંદરની ફોજદારી, બક્ષિગીરી અને વૃત્તાંત રિપોર્ટરનો ઓદ્ધો આપવામાં આવ્ય; બેલપારના થાણદાર સુલતાનયારને પાંચસો સ્વારના વધારાથી દોઢ હજારી મનસબ આપી પંદરસો સ્વારોનો અધિકારી બનાવ્યો; જીલ્કાદ માસની પચ્ચીસમી તારીખે દતકામનાં બદલાયાથી અલી નકીને બાદશાહજાદાના દીવાનની જગ્યા આપવામાં આવી અને બાદશાહજાદાની બેગમ (શાહ નવાઝખાન સફવીની દીકરી થી કંઈપણ સંતાન થયું નહિ તેથી બાદશાહે અમીરખાનની દીકરી કે જે શાહજાદાને લાયક હતી તેને અહમદાબાદ મોકલી આપી, કે જેથી બાદશાહજાદે તેની સાથે લગ્ન કરે. તેને એક લાખ રૂપિયાના-ઝવેર તથા દાગીનાઓ કન્યાદાખલ આપ્યા અને બાદશાહજાદાને બેવડ તેવા હજાર