Book Title: Mirate Ahemadi Athva Gujaratno Itihas
Author(s): Pathan Nizamkhan Nurkhan Vakil
Publisher: Pathan Nizamkhan Nurkhan Vakil
View full book text
________________
[ ૨૨૩ ]
સર્વોત્તમ રાજ્ય વલણુના આશ્રિત! અને ખાનની ઓળખાણુવાળા આઝમખાને બાદશાહી ઉપકારાનો લાભ લઇ જાણવું કે, ધણા દિવસથી ગુજરાતદેશ તથા રૈયતની દુર્દશા અને તમે તે તરફ લક્ષ આપેલું ન હેાવાની ખબર શ્રીમત બાદશાહના શ્રવણે પહેાંચી, જેથી તમને વારવાર પ્રજા પાળવાની તથા આબાદાનીની આજ્ઞાએ કરવામાં આવી; અને તે વિષે તમે પાતે મારી માગી રસ્તે લાગશે! એવી આશા હતી; પરંતુ તમારાથી આવું બને છે એ વાતની ચિંતા હતી. હવે જ્યારે તમને પેાતાનેજ આ વાતની ઇચ્છા થઇ નહીં અને તે દેશને ઉલટા વધારે પાયમાલ કર્યો, તેપણુ એટલે સુધી કે જો તેને ઘટતા બંદોબસ્ત કરવામાં ન આવે તે પછી કંઇપણ ઈલાજ લઈ શકાય નહીં, તેથી તે દેશ તથા દેશીઓ ઉપર દયા કરી, તે મુલકની સુભેગીરી ઉપર અમીરની પદવી ધારણ કરનાર, ઉપકાર તથા પરાપકારના પાત્ર મીરઝા ઈસાતરખાનને ખરીઋતુના પ્રારંભથી સુખા ઠરાવવામાં આવ્યેા છે. આ માણસે ઉજ્જડ થએલા સારઠ દેશને સારી વર્તણુંક અને પ્રાસ્નેહથી આબાદ કરેલા છે. માટે જ્યારે મજકુર મીરઝા અહમદાબાદમાં દાખલ થાય ત્યારે તેને સુભેગીરી સાંપી તમારે શ્રીહન્નુરની સેવામાં આવતા રહેવું. અને જાણી મુ∞ હિલ્લાહુજત બહાનાં કાઢી વચ્ચે ન લાવવી. તારીખ ૧૨ માહે મેાહમ સને ૧૫ જુલુસી, બરાબર સને ૧૦૫૨ હિજરી.
હજુર હુકમ અન્વે ( મુજબ ) એક સન્યાએ તત્પર અહમદાબાદ અચાનક આવી પહેાંચી આઝમખાનને હુકમ આપી દરબાર તરફ રવાને . કર્યા, અને પાતે સુખાના દેખસ્તમાં રોકાઇ ગુજરાતની પીડાએલી પ્રજાના બ્રાયલ થયેલાં કાળજાને શાન્તિ આપવા માંડી.
હજુર આનાને અનુસરી મજકુર મિરઝા જેનું લશ્કર લઇ કચ ઉપર કુચ કરી જુનાગઢથી નિકળી અહમદાબાદ આવી પહે ંચ્યા, અને હજી થાકતા ઉતર્યાં નહતા, કે તૈયાર થઇ ભદ્રના કિલ્લામાં આઝમખાનને જઇ મળી સરકારી હુકમ રજુ કર્યાં. હવે આઝમખાનને આ દેશમાં રહેવું પસંદ નહાતુ, તેમ અહીં તેની તંદુરસ્તી પણ ઠીક રહેતી નહાતી, તેથી તરતજ સરકારી આજ્ઞાને માન આપી સુખાની ગાદી તેને હવાલે કરી દીધી અને પોતે દરબારમાં હાજર થવાના હેતુથી વિદાય થયા. મિરઝા ઇસાતખાન પ્રજાપ્રિય થઇ પડી કામ ચલાવવા લાગ્યા અને પરગણામાં ભાગબટાઈના કાયદા ચાલુ કર્યાં. થોડાજ કાળમાં દેશની આબાદી થઇ ગઇ.