Book Title: Mirate Ahemadi Athva Gujaratno Itihas
Author(s): Pathan Nizamkhan Nurkhan Vakil
Publisher: Pathan Nizamkhan Nurkhan Vakil
View full book text
________________
[ ૨૭૦ ] એ જ વર્ષે એવી અરજ થઈ કે, સુરત તથા ખંભાતનો મુસદી અલી અકબર સાહાને ખંભાતબંદરમાં કોઈ હીંદુએ જમધર મારી કાપી નાખ્યો, તેથી મુઈઝઝલમુકને દીવાનગીરીથી ઉતારી દઈ બીજીવાર તે બેઉ બંદરને મુત્સદી બનાવવામાં આવ્યો.
સૈદ જલાલ સદરસુદૂરનાં કુલ કામનો કરતા કરતા હાફિઝ મુહમ્મદ નાસિર ભાગ્યોદયના લીધે સરકારી નોકરમાં નોંધાયો અને પિશાક, પાંચસોનું મનસબ અને પાંચસો સ્વારનો અમલદાર બની અહમદાબાદના સુબાની દીવાનગીરી ઉપર નીમાયો.
સને ૧૦૫૮ હિજરીમાં અંબર સુગંધીનું સાતસે તેલાનું ઝુમ્મર ઝવેરાતથી જડેલું, જેમાંનાં એક નીલમની કીંમત એક લાખ રૂપીઆની થતી હતી અને તેથી કરીને આખા ઝુમ્મરની કિંમત અઢી લાખ રૂપીઆની આવી હતી, કે જે હજરત પેગમ્બર સાહેબના રોજામાં મોકલવાને તૈયાર કરવામાં આવ્યું હતું તે હજુરમાં એહમદ સૈઈદને અપાયું, કે તે ત્યાં લઈ જઈ ભેટ મુકે. તે સાથે એવો પણ હજુર હુકમ થ કે, પહેલા દસ્તુર પ્રમાણે એક લાખ રૂપીઆની જણસો ત્યા સાઠ હજાર પુનમાં અપાતાં નાણાં આવતી મુસાફરી કે જે દશવીશગણી થઈ ગઈ હતી તે ઉપર નજર રાખી ગુજરાતના મુસદીઓ ખરીદ કરી સ્વાધિન કરે, કે મદીનામાં જઈ ગરીબ દુઃખી લોકોને વહેંચી દે.
એજ વર્ષે આ દેશમાં જે ઉત્પન્ન થતા બેઠાલી પથરાઓ દિલ્લીની ઇમારતના ગુનામાં વાપરવાને હજુરમાં લઈ જવામાં આવ્યા.
સત્યાવીસમો સુબો શાહજાદા બહાદુર મુહમ્મદ દારા શિકોહ.
સને ૧૦૫૮–૧૦૬૨ હિજરી. શાઈસ્તાખાનને પાંચ હજાર બેવડા તેવડાની નીમણુંક મળતી હતી અને તે ઉપરાંત પગારતરીકે ત્રણ હજાર સ્વારના ખર્ચમાં અહમદાબાદના સુબાના ખજાનામાંથી દર ગેરતખાનની નાચબી, વર્ષે પાંચ લાખ રૂપીઆ રોકડા મળતા હતા. તે છતાં હાફિઝ મહમદ નાસિર દંગાઈ તથા કોલીઓને જોડતી શિક્ષા કરવાનું કામ તથા મીર ચહચાની તેનાથી બની શક્યું નહિ. એ વાતની વારવારની દીવાની મજકુર ખાનની અરજી ઉપરથી હજુરને જાણ થઈ,