Book Title: Mirate Ahemadi Athva Gujaratno Itihas
Author(s): Pathan Nizamkhan Nurkhan Vakil
Publisher: Pathan Nizamkhan Nurkhan Vakil
View full book text
________________
[
૧૮ ]
આપી રવાને કર્યા કે મજકુર ભેટ તેમના પિતાને પહોંચાડે. ''
સને ૧૦૫૦ હિજરીમાં આઝમખાન સુબાની જવાહર તથા વની તેમજ ત્રીશ ઘેડાની મોકલેલી પેશકશી હજુરમાં પહોંચી. આઝમખાંને વર્ષાઋતુમાં ઘણોખરે વખત દંગાઈઓને સીરાડે પહોંચાડવાને વાસ્તે લાંબી લાંબી સરહદો ઉપર જઇ ગુજાર્યો હતો. આ દેશના બખેડીઆઓને અને કેળીઓને છેક છેલ્લી અણુ ઉપર લાવી મુક્યા હતા; અને જ્યાં જ્યાં
વ્યાજબી ભાલુમ પડયું ત્યાં ત્યાં કિલ્લાઓ બાંધી થાણાં મૂક્યાં હતાં. કોળીઓના સ્વસ્થામાં જઈ રહી તેમની ખેતીઓ તથા ઝાડનો નાશ કરી નાખ્યો હતો અને જંગલ કાપવાનું કામ કરતા રહેતા હતા, કે જે વિષે હાલ પણ કહેવાય છે કે આઝમખાનને જે જગ્યા મળી આવે છે તેની પેદાશની ખરાબી કરી દે છે. અહમદાબાદના સુબામાં આવેલા જાલોરથી કાઠીઆવાડના છેડા સુધી જામ તથા ભારાના દેશના છેવટ સુધી, કે જે ખારા સમુદ્રને કાંઠે છે, ત્યાં કોઈપણ લુંટારાની હિમ્મત એટલી નહોતી ચાલતી, કે કઈ બીચારા ગરીબ ઉપર જુલમાટભરેલો હાથ નાખી શકે. આબરૂદાર તથા વહેપારીઓ વગર ધાસ્તીએ રસ્તામાં થઈ આવજાવ કરતા હતા. નવાનગરના જામ જમીનદાર ઉપર આઝમખાનની ચઢાઈ, પેશ
કશીની વસુલાત અને તેની ટંકશાળનું બંધ પાડવું.
જે દિવસથી આઝમખાનની હકુમત ચાલુ થઈ તે દિવસથી જમીનદારોએ જે તાબેદારી કરવી જોઈએ તે કે જામના પુરૂષો કરતા, પરંતુ જોઇતી રીતે અમલમાં નહોતા લાવતા; તેથી આઝમખાન તેને શિક્ષાએ પહોંચાડવાના હેતુથી નિકળ્યો અને નવાનગરથી સાત ગાઉ ઉપર આવેલા જામના રહેઠાણે પહોંચ્યો. પણ જામને લશ્કર તથા સાર-સરંજામ ભેગો કરવાને અવકાશ નહીં મળવાથી પૂર્વસુચક બુદ્ધિથી શરણે જઈ આશરો લેવાનું નક્કી કરી માફી માગવાને વાસ્તે આઝમખાનની મુલાકાત લેવા નવાનગરથી રવાને થયો. આઝમખાને લશ્કરમાં આવી પહોંચતાં પહેલાં કહેરાવ્યું કે, જ્યાં સુધી પિશકશી:નક્કી ન થાય અને ટંકશાળ કે જેમાં મેહમુદીઓ પાડવામાં આવે છે તે બંધ ન થાય ત્યાંસુધી સલાહની વાત કરવી નહીં. હવે મજકુર જમીનદારને સલાહ કર્યા સિવાય બીજો રસ્તો નહિ હોવાથી તેણે પેશકશીમાં એકસો કછી ઘોડા તથા ત્રણ લાખ મેહમુદીઓ કબુલ કરી અને ટંકશાળ બંધ પાડવાની કબુલાત આપી;