Book Title: Mirate Ahemadi Athva Gujaratno Itihas
Author(s): Pathan Nizamkhan Nurkhan Vakil
Publisher: Pathan Nizamkhan Nurkhan Vakil
View full book text
________________
[ ૧૮ ] ગયા. આ પહેલાં કેટલાક પેયદલ માણસોએ તે જંગલમાં હાંકો કરવાને વાસ્તે જંગલમાં નાના સરખા ભાગમાં ઝાડનાં લાકડાંથી બાદશાહને બેસવાને વાતે હાથી ઝાલનારા વાઘના શિકારીઓએ જગ્યા બનાવી હતી અને પાસે પાસે આસપાસ અમીરોને વાતે ગોઠવણ કરી હતી અને મજબૂત કાંદાની સાથે ચાલીશ હાથીઓ તથા હાથણીઓ હતી, અને દરેક હાથી ઉપર બે મહાવતો બેઠા હતા. હવે એવો ઠરાવ થયો હતો કે જંગલી હાથીઓને પકડી રૂબરૂમાં લાવવા કે જેથી મન માનતી રીતે શિકારની સેલ કરાય. ભોગજોગે બધા લોકોએ જ્યારે ભેગા મળી હાંકેટો કર્યો ત્યારે ઝાડોના ઝુંડના લીધે ગડબડ થઈ ગઈ અને હાકોટામાં ફેરફાર પડી ગયો તેથી જંગલી હાથીઓ ગભરાઈ ચતરફ દોડી જવા લાગ્યા. બાદશાહની સન્મુખ બાર હાથીઓનો શિકાર થયો. તાપ અને દુર્ગધી હવાના લીધે લોકોને અતિશય ગભરાટ થયો, તેથી બાદશાહને એ અભિપ્રાય થયો કે ગ્રીષ્મઋતુ અને ચોમાસું અહમદાબાદમાં ગાળી વરસાદ વિત્યા પછી રાજધાની તરફ વિદાય થવું. આ મનસુબે દેહદથી અહમદાબાદ તરફ જવાનું નક્કી થયું. રબીઉસ્સાની બીજી તારીખે સરકારી સ્વારી અહમદાબાદ આવી પહોંચી, હવાની ગંધના લીધે અહમદાબાદમાં રેગ ચાલી નિકળ્યો; અને શહેર તથા લશ્કરીઓમાંથી કોઈપણ એવો નહોતો, કે બે ત્રણ દિવસ તાવના રોગમાં ન પીડોયો હોય. આ રોગમાં બે ત્રણ દિવસના તાવના લીધે નિર્બળતા તથા કમજોરી એટલી બધી આવી જતી કે ઘણું દિવસ સુધી ઉઠવું, બેસવું કે ફરવું તે એક મુશ્કેલ કામ થઈ પડતું; પરંતુ તેમાં કોઈના જીવનું જોખમ નહોતું થતું. ભોગોગે બાદશાહની તન્દુરસ્તી ઉપર પણ બે ત્રણ દિવસ આ મંદવાડની અસર રહી.
આ વખતે કચ્છને જમીનદાર રાજા ભારા કે જે ગુજરાતના આબરૂદાર રાજાઓમાં ગણાય છે, તેણે સેવામાં આવી પહોંચી બસો મહેરો ભેટ દાખલ, બેહજાર રૂપીઆ પુન્યાર્થી અને સો ઘાડા પેશકશામાં દાખલ
ર્યા. જામ તથા ભારા એકજ દાદાની ઓલાદમાં છે. આબરૂ તથા લશ્કરમાં ભારા જામથી વધારે છે અને ગુજરાતી સુલતાનોમાંથી કોઈની નજરે નહિ પડેલો ( કોઈથી ગાંજ્યો જાય તેવો નહોતો ) એવું કહે છે કે સુલતાન મહમુદે પણ એક ફોજ તેની ઉપર મોકલી હતી પરંતુ સુલતાની ફોજની હાર થઈ. આ વખતે તેની ઉમ્મર સિત્તેર વર્ષ કરતાં વધારે હતી. તે