Book Title: Mirate Ahemadi Athva Gujaratno Itihas
Author(s): Pathan Nizamkhan Nurkhan Vakil
Publisher: Pathan Nizamkhan Nurkhan Vakil
View full book text
________________
૨૦૭ ] આ દેશનો મોહો અમલદાર નહિરખાં તુવેર ( શેરખાન ) પિતાની નિમકહલાલ ઉલટથી સેવામાં હાજર થયો અને સરખાન કે જે ઉપરથી સચ્ચાઈ અને અંદરથી કપટ રાખતો હતો તથા ગુજરાતના સુબાની અમલદારી કરતે હતો તેની તેવી વર્તણુંકથી વાકેફ થઈ અહમદાબાદની સુબેગીરી શેરખાનને આપી, અને હુકમ કર્યો કે સેકનને નઝરબંધ કેદ રાખવા.
બાદશાહની માતુશ્રીની બેહેન, કે જે શિવાય બીજી એક પણ સગી બહેન તેમને નહોતી અને તે જ કારણથી તેની ઉપર ઘણો પ્યાર હતા, તે સેફખાનની સાથે પરણાવેલી હતી. પરતખાન નામના સરકારી વિશ્વાસુ માણસને અહમદાબાદ જઈ તેને હજુરમાં લાવવાને વાતે ડરાવવામાં આવ્યો અને ખબરદાર કર્યો કે, કોઇપણ પ્રકારે તેને કંઇપણ નુકશાન કે જખમ થાય નહીં. જો એમ ન કર્યું હોત તો સેફખાન પોતાની શિક્ષાએ અહમદાબાદમાં જ પિહોંચી જાત. વળી શેરખાનની સુબેગીરીનું ફરમાન પણ પરસ્તખાનની સાથે મેકલવામાં આવ્યું. હવે સરકાર સ્વારી કુચ ઉપર કુચ કરી નર્મદા નદીના કિનારા ઉપર આવી પહોંચી. ત્યાંથી બાબા યારાના ઘાટથી ઉતરી તે વખતે દરેક મુકામે ગુજરાતના તેહનાની અમલદારોમાંથી કોઈને કઈ આવી કુનસ કરી સફળ થતા. મજકુર મહિનાની છેલ્લી તારીખે હજુર સ્વારી નર્મદાના કાંઠા ઉપર આવેલા સીનો કસબામાં આવી પહોંચી.
એજ દિવસે શેરખાનની અરજી પણ આવી, તે એવી મતલબની હતી કે, હિંદુઓના લખાણ કે જે લાહોરમાં થાય છે તેમાં જાહેર થયું છે કે, અમીનદોલા, આસેફખાન અને સઘળા સરકારી શુભેચ્છકોએ મજકુર રાજધાની ફતેહ કર્યા પછી આ૫ હજુર બાદશાહના નામનો ખુતબો, શુક્રવારનું ભાષણ તથા સિક્કો ચાલુ કર્યો છે. આ વધામણી ઉપરથી હજુર હુકમના ફરમાનથી ખુશ વખતની નોબતોના નાદ થવા લાગ્યા.
જ્યારે પરસ્તખાન અહમદાબાદની હદમાં પહોંચ્યો ત્યારે શેરખાને સરકારી હુકમને માન આપી સેફખાન કે જે આ વેળાએ શારીરિક પીડાથી પીડાઈ રહ્યો હતો તેને હવાલે કરી દીધા. તે દુ:ખીઓ નઝરબંધ કેદી બની દરબારમાં આવ્યો. તે વખતે માતુશ્રીની સિપારસથી તે કૃપાસરોવર શહેનશાહે તેના ગુનાહની માફી આપી, તે દુ:ખરૂપી કેદખાનાની પીડા તથા દરિદ્ર અવસ્થામાંથી તેને જ ભસુધીનો છુટો કર્યો