Book Title: Mirate Ahemadi Athva Gujaratno Itihas
Author(s): Pathan Nizamkhan Nurkhan Vakil
Publisher: Pathan Nizamkhan Nurkhan Vakil
View full book text
________________
| [ ૧૮ ] રવાને કર્યો કે કામના અતિ જ્ઞાનને લીધે કંઈ યોગ્ય જણાય. ન્યાયથી - જાતીસ્વાર્થ ઉપર ધ્યાન ન રાખતાં જમાની તપાસણી કરી તેનું દફતર દરબારમાં લાવવું, કે જેથી સરકારી કામના વાકેફગાર મુત્સદીઓ તે દgતરને અનુસરી અને ત્યાંની રેત તે પ્રમાણે વર્તે. મજકુર રાજા તે ભણી પાછો ફર્યો અને ડી:મુદતમાં આ દેશની જમાની તપાસણી દુરસ્ત કરી હજુરમાં લઈ આવ્યો અને સરકારી ખાસ દફતરખાનામાં તે દફતર સેંપી દીધું.
બે માસ પછી જ્યારે બાદશાહ નારોલને રસ્તે અજમેરમાં ખાજા સાહેબની દરગાહમાં ફાતેહા પઢવા આવ્યા હતા ત્યારે મોટાખાન મીરઝા અઝીઝ કેકલતાશે ઘણી ઉતાવળે ગુજરાતથી નીકળી સરકારને સલામ કરી પાછા જવાની આજ્ઞા મેળવી. તે પછીના આવતા વર્ષમાં પણ મીરજા કોકા નારોલની સરહદમાં સેવામાં હાજર થયો. અને બાદશાહે તેની ઉપર ઘણી મહેરબાની કરી, તે જ દહાડે ખાસ ગુજરાતના બંદોબસ્તને વાતે તેને રવાને કરવામાં આવ્યો.
સને ૨૮૩ હિજરીમાં બાદશાહે ગુજરાતના અમીર કે જેઓ ગુજરાતથી સરકાર સ્વારી સાથે આવેલા હતા તેમની ઉપર કૃપાદ્રષ્ટિ કરી, એતેભાદખાન કે જે ગંભીર સ્વભાવને હવે તેને એક હજારી જાતની સત્તાની મોટી પદવી આપી રાજ્યકારોબાર અને સરકારના સલાહકાર અમલદાર તરીકે નીમે; તેમાં મુખ્યત્વે કરીને ઝવેરાત, : દાગીના તેમજ રત્નજડીત્ર જણસો ઉપર તેની દેખરેખ રાખી અને તેના દીકરા શેરખાનને ચારસોની સત્તા આપી. અલગખાન સીધીને પણ ચારસોની સત્તા આપી તહસીલદાર ઠવ્યો; અને મલેકશકને થાનેશ્વરની અમલદારી સુખદ કરી. - હવે ગુજરાત દેશ જીતવાના પ્રારંભથી જ ઘણાખરા મહાલો આ સુબાકીય ભાગમાં અમીરોને જાગીર પટામાં અપાયા હતા, તે પૈકીના કેટલાક મહાલો આજ વર્ષમાં સરકારી ખાલ વજીહુમુલ્ક ગુજરાતીની સામાં લઈ લેવામાં આવ્યા. આ કામ સરાડે પહોંચાડવા ગુજરાતના સુબાનાદીઅર્થે વજહુલમુકને દીવાન ઠરાવી મોકલવામાં આવ્યો. વાન તરીકેની નિમણુંક સરકારની હજુર દરબારમાંથી દીવાન ઠરીને આવનાર આ પહેલે દીવાન હતો. આ વખતે મોટો ખાન પણ સરકારી હુકમ પ્રમાણે હજુરમાં રવાને થયો.