Book Title: Mirate Ahemadi Athva Gujaratno Itihas
Author(s): Pathan Nizamkhan Nurkhan Vakil
Publisher: Pathan Nizamkhan Nurkhan Vakil
View full book text
________________
[ ૧૬ર ] કે જેને હાલ એકહજાર પાંચસો ને છ વર્ષ થયાં છે, અને માળવા દિલી વિગેરેમાં વિક્રમાદીત પ્રસિદ્ધ છે, કે જેનું હાલ સોળસો ને એકતાલીસમું વર્ષ છે, અને નગરકોટમાં જેની પાસે કિલ્લાની સત્તા હોય તેનાથી પ્રારંભ કરે છે. હવે દરેકની સ્થિતી તથા દરજ્જાનું વિતેલ વિવેચન કરતાં કેને માહિતી છે અને એ પણ જણાએલું છે કે હિંદી પંચાંગની શરૂઆત કોઈ ખરાં કાર્યથી નથી. હવે જે લોકોના સુખથે અને પિતાના લાભને માટે નવી સંવત ખોળી કઢાય તે તેથી લોકોને સહેલાઈ મળે અને હિંદી પંચાંગના જુદા જુદા મત કે રાણે મુકાય. એનું ફળ તથા પુન્ય વ્યર્થ નહીં જાય.
અમે ભણસાલાયક પુસ્તકોમાં અને માનવાજોગ પંચાંગમાં જેમકે એલખાની પંચાંગ નવેસરથી ગોરગાતી કહેવાય છે તેમાં દર્શાવેલું છે કે, સંવતની શરૂઆત કોઈપણ મોટાં કામથી કરવામાં આવે છે. જેમકે આ મજબુત ખાનદાનનું પ્રકાશ પામવું, કે જેને મોટું રાજ્ય પ્રાપ્ત થયું છે, તે ખુદાઈ ઉપકાર છે કે આ મોટી રાજ્યસત્તામાં મોટાં મોટાં કામો બન્યાં છે અને ભારે શહેર તથા અછત કિલ્લાઓ વિગેરે જીતવાનાં કામો નોંધાઈ ગયાં છે, તેમજ બીજા કેટલાક બનાવે સૃષ્ટીના પાના ઉપર લખાઈ ગયા છે. આ વંશની દરેક જણ એવી યોગ્યતા ધરાવે છે કે, જે શ્રીમંત છત્રપતિ રાજ્યાસન દિપાવવાના વખતથી કે જે કાળ ખુદાઈ મેટી કૃપાને વખત અને પરોપકારનો મોટો સમય છે તેનાથી એક સંવતની શરૂઆત કરે તે, ( આજની તિથિએ ઓગણત્રીસમું રવીગણિત વર્ષ છે અને સમગણિત ત્રીશમું વર્ષ થાય છે.) આ પરોપકારી બાદશાહને ઉપકાર માનીશું તથા લોકોની ઈચ્છાઓ પણ પૂરી થશે. તેમજ આ શુભ કામ કરવામાં ઉંચ પદવીની હિજરી તારીખ કે જે શ્રી પિગમ્બર સાહેબના દેશયાગના એટલે મા મુકી મદીને જવાના દિવસથી શરૂ થાય છે. ખોટા મનવાળા માણસો, અલ્પબુદ્ધિ અને થોડી અક્કલના વિચારવાળાની ટુંક સમજણના લીધે કંઈ અડચણ આવી શકતી નથી. જેમકે મલેકશાહના વખતમાં જે કે હિજરી તારીખ એટલી બધી મોટી નહોતી થઈ પડી અને કામકાજમાં એટલી અડચણ આવી નહોતી પહોંચતી તે પણ કામકાજને સહેલ કરવાને વાતે તારીખ જલાલી ઘડવામાં આવી હતી, કે જેથી કરીને કામ કરનારાઓની ગુંચવણો દૂર થઈ સુમાર્ગે પ્રાપ્ત થાય, અને ઈસલામી