Book Title: Mirate Ahemadi Athva Gujaratno Itihas
Author(s): Pathan Nizamkhan Nurkhan Vakil
Publisher: Pathan Nizamkhan Nurkhan Vakil
View full book text
________________
[ 204 ]
વસ્તુના હાંસલથી ભંડાર ભરેલા તથા ખજાના ભરપૂર છે; તે સાત વસ્તુએ કે જે તેમાંથી બાદ થઇ છે તે જે દેશઆબાદીને વાસ્તે જરૂરી છે તે સ'પૂર્ણ રીતે માફ કરી છે.
:
રાજકુવા, અધિકારી, નામાંકીત અમીરા, સુબાઓનાં કામ કરનાર મુત્સદીઓ, ગામડાંના અમલદારે, નગરાના જાગીરદારા, ખાલસાનાં અમલદારે, ગામેા તથા કસ્બાના વાંટાદારા, રાહદારીવાળા સઘળા નાકરા, રસ્તાઓની ચાકીવાળા, ખાતાંના બદોબસ્ત રાખનારા, હદોમાં આવેલા જમીનદારા, રાજ્યના અમલ કરનારાઓ વિગેરે નોકરી ઉપર નિમાયેલા લાકાએ આ માનની આજ્ઞાઓના વિષયને પૂર્ણરીતે લક્ષમાં લઈ હુકમ ચાલુ કરવાને પાકી ગોઠવણ કરવી અને કાંઈપણુ માનવાજોગ આજ્ઞામાંથી મુકી ન દેવાય તે ઉપર પુરતું ધ્યાન રાખવું.
મેાટણખાનની હુકુમતની વેળાએ દેશાઇ, મુખીએ અને રૈયતે ઘણાખરા પ્રગણામાંથી ક્રીયાદ કૅરી કે બંદોબસ્તના અધિકારીઓ તથા જાગીરદારાના મુત્સદીએ મેહસુલના સઘળા માલના ઉપયાગ કરી ખસેછે, તે લાકાના ઉપયાગ થયા પછી રજપુતા, કાલીએ તથા મુસલમાને માથુ કુટવા લાગી જાયછે, ખેતી તથા તેના હાંસલના પડાણાના હાથે નાશ કરાવે છે; આથી રૈયતની પાયમાલી અને સરકારના મેહસુલની કમી થાયછે. આ ઉપરથી બાદશાહની આજ્ઞા થઈ કે, સુબાના દીવાને દેશાઇએ તથા મુખીઓના અભિપ્રાયથી નીમે નીમ (અ) એઉ મથકેથી એટલે ખાલસાના મહાલા અને સરકારી મહાલામાં હજુરના જાગીરદારા અને સુખાના જાગીરદારા પાસેથી સેંકડે પાંચ ટકા મુજબનું મેહસુલ નક્કી કરેલું જાણવું. તે સિવાય બીજી કોઇપણ રીતે વધારાની માગણી કરવી નહીં. તેમજ ચેાથા ભાગની જમીન કાલીએવિગેરેની જુદી કાઢી તેનું મેહસુલ મા કરી દઈ ભસાદાર ફેલ જામીને લેવા. જમીનદારાએ ગામડાંમાં દાખસ્ત સારાં મકાના બાંધવાં તથા ઘેાડાઓને નંબર નાખવા કે જેથી કામની વેળાએ સુબાની હજુરમાં હાજર થઈ સરકારી કામો સર્જનમે પહોંચાડે. જે જમીન વેચી હાય તેનું અ મેહસુલ ખરીદનાર પાસેથી લઇ લેવુ. જેને સરકારી આજ્ઞાપ્રમાણે અમલ થાયછે. તે વેળાથી દિવસે દિવસે સુબા તબાના દેશની આબાદી થતી ગઇ.
આ બિના ગુપ્ત રાખવાલાયક નથી. પરંતુ લખવાનું કારણુ માત્ર