Book Title: Mirate Ahemadi Athva Gujaratno Itihas
Author(s): Pathan Nizamkhan Nurkhan Vakil
Publisher: Pathan Nizamkhan Nurkhan Vakil
View full book text
________________
[ ૧૭ ] જુદી જુદી રીતે સમજાવવી અને જે ઠરાવ થાય તેથી કોઈપણ રીતે કોઈપણ પ્રકારે ફરવું નહીં. (૧૫) એવી કોશીશ કરવી કે લશકરી માણસ કોઈના ઘરમાં તેની રજાવિના દાખલ ન થાય. (૧૬) દરેક કામમાં પિતાની અક્કલ ઉપર ભરૂસો ન રાખતાં કોઈ સમજુ માણસની સલાહ ન લેવાય યંસુધી મસલહતનું કામ મુકી ન દેવું, કેમકે નાદાનને પણ ખરું તત્વ મળી આવે છે. (કોઈ વેળાએ અનુભવી ડાહ્યાથી પણ સારી યોજના બનતી નથી તેમ કેઈ વખતે નાદાન છોકરે પણ ભુલથી બરાબર તીર મારી નિશાને ઉડાડી દે છે.) તેમજ દરેક જણથી પણ સલાહ ન લેવી જોઈએ, કેમકે કામ સમજવાની સારી મતી માત્ર ખુદાઈ પરોપકાર છે, નહીં તો તે વધારે વિદ્યાભ્યાસથી હાથ આવે છે પણ લાંબો પહોળો વહેવાર ચલાવ્યાથી તે દોલત મળતી નથી. રખે એવું બને કે નાદાન ટોળીવાળા કઈ કામમાં વિરૂદ્ધ મત ધરાવે અને તેમાં ઝોક લાગી જાય કે પિતાની શુભ મતીથી તથા સુકૃત્યવાળાઓથી કે હમેશાં જેઓની સંખ્યા
ડી હોય તેને અંતરે નાખી દે. (૧૭) જે કામ નોકરથી બને તે છોકરાં હૈયાંથી ન લેવું, અને જે સંતાનથી થાય તેના જોખમદાર પિત થવું. કેમકે જે પિતાની પાસેથી ગલત થાય છે તેને બદલે થોડી મહેનતથી મળી શકે છે. (૧૮) કોઈ માણસની મા સાંભળવી અને તેના ગુન્હાને માફ કરો તે તેની ટેવ હોય છે કેમકે માણસ નિરપરાધી હોતું નથી, કોઈ વેળા માણસ શિખામણથી બોધ લઈ દુરસ્ત થઈ જાય છે અને કોઈ વેળા નિલ જ થઈ હાડોહાડથી જ રહે છે. માણસે એક ગુન્હો થતાં તેને શીખામણ દેવી, તથા એ પણ માણસ હોવો જોઈએ કે તેના હજાર ગુહાને માફી આપવી. મતલબ કે રાજ્યકારકિર્દી એ રાજ્યનું કઠણમાં કઠણ કામ છે માટે સારી પિઠે વિયારી, ધિમે ધિમે સમજણથી કામ કરવું. (૧૮) મુલકની સુખશાંતીનું કામ ખુદાની બીક રાખનાર માણસને જુદું જુદું સોંપી સારું નરસું તે લોકોને પુછતા રહેવું અને હમેશાં ઉપાયો લેવા. કેમકે રાજ્ય અને સરદારી લોકોની રક્ષાને જ કહે છે. નિરાંતી તથા ગફલતથી તે ટકી શકે નહીં. (૨) મનુષ્યને શિક્ષા તેની આબરૂ પ્રમાણે કરવી જોઈએ; કેમકે આબરૂદારને કેદ કરવો તે મારવા બરાબર છે, તેમ બેઆબરૂને લાતો મારવી એ પણ ફાયદાકારક નથી. (૨૧) પ્રજાને ધર્મ તથા પથમાં હાથ નહીં નાખે, કેમકે ડાયાઓ સંસારી કાર્ય નાશવંત હોવાને લીધે કાંઈપણ ઉચ્ચારતા નથી અને ધર્મકાર્ય કે જે