Book Title: Mirate Ahemadi Athva Gujaratno Itihas
Author(s): Pathan Nizamkhan Nurkhan Vakil
Publisher: Pathan Nizamkhan Nurkhan Vakil
View full book text
________________
| [ ૧૩૪ ]. - પોતાના વકીલ મેકલી વિનંતી કરી કે, હું પેકશી આપું છું, બાદ- શાહી કાયદા પ્રમાણે ઘોડાઓને દાઘ દઉં છું અને મારી નીમણુંક પેટે અને
જાગીર આપી બાકીને દેશ તમારા કબજામાં રાખો. પરંતુ જુનાગઢનો કિલો જે મારું રહેઠાણ છે તે મારી આબરૂ ઉપર નજર રાખી મારી પાસે રહેવા દે. મિરઝાજાને ઉત્તર દીધો કે જુનાગઢનો કિલ્લો શરણે - થયા સિવાય તમને રક્ષણ મળશે નહીં. ગલી કુચામાં વારંવાર ફરી પહેલે જ દિવસે ફતે ખાનની સરદારીથી જુનાગઢ એટલે મુસ્તફાબાદ હસ્ત થયું. - અમીનખાન ઉપરના કિલ્લાને મજબુત કરી તેમાં ભરાઈ બેઠે. ભેગજેગે આ ચડાઈને મૂળ પાયો ફખાન માંદે પડ્યો અને તેજ મંદવાડથી તે થોડાક દિવસમાં પરવારી ગયો. મીરઝાજાને ઘેરો ઉઠાવી લઈ જુનાગઢથી વીશ ગાઉ ઉપર આવેલા માંગરોલમાં ગયો અને ત્યાં મજકુર કાના લોકોને કાપી નાખ્યા. અમીનખાંએ જામથી મદદ માગી. જામને દીવાન ચારહજાર સ્વારથી સહાય કરવા આવ્યો. અમીનખાન કિલ્લા ઉપરથી ઉતરી માંગરોલ ગયો. મીરઝાપાન કેડીનાર ગયો. તેની પેઠે અમીનખાન ત્યાં પહોંચો. મીરઝાપાન લશ્કર લઈ લડાઈ કરીને હાર પામ્યો. ઘણુ માણસો કપાયા અને સઘળો સારસરજામે તેઓના હાથ ગયો. મીરઝાજાને થોડા માણસથી ઘાયલ બની એહમદાબાદ મહા મુશ્કેલીએ પહોંચ્યો.
શહાબુદદીન એહમદખાંએ-મોડાસા તથા આ તરફના કેટલાક લુંટારા લોકોની રહેવાની જગ્યાઓમાં કિલો બંધાવ્યા અને થાણાએ મુકી જેવો જોઈએ તેવો બંદોબસ્ત તેણે કર્યો હતો, તેમજ પ્રગણુની રેતના પોકારેના લીધે અહમદાબાદની આસપાસ તથા કેટલાંક બીજા પ્રગણુઓમાં બીજીવાર વાવેતરની જમીનની માપણી કરી દેશની આબાદી કરી.
ચોથે સુબે એતેમાદખાન ગુજરાતી. આ ઈતિહાસના પાનામાં પ્રથમ લખાઈ ગયું છે કે એમાદખાન મકકે હજ કરવા જવાની આજ્ઞા મેળવી ગયો હતો; ખાજા અબુલ કાસમની તે ત્યાંથી પાછા ફરી બાદશાહની સેવામાં દરબારમાં દીવાની,ગુપ્ત જગ્યામાંથી પહોંચી ત્યાં કેટલાક દિવસ રહ્યો. સરકાર મુઝફફર સુલતાનનું બબાદશાહે ગુજરાતની અમલવારીની તેને આશા આપી હાર પડવું તથા એહમ