Book Title: Mirate Ahemadi Athva Gujaratno Itihas
Author(s): Pathan Nizamkhan Nurkhan Vakil
Publisher: Pathan Nizamkhan Nurkhan Vakil
View full book text
________________
[ ૧૫૦ ]. આવવા માટે મોકલ્યો હતો.) અને સઈદ જલાલ ભકારી, ખાજા યહયા વકીલ. નવરંગખાન તથા મને રૂબરૂમાં બોલાવી, મને તથા પહયાને કેદ કરવા અને ઝનુદીન કંબોહ તથા સઇદ જલાલને મારી નાખવા. પછી બીજે દિવસે કિલ્લાને વળગી પડવું; જેથી તે વખતે કુતબુદીન મુહમ્મદખાનના લશ્કરમાંથી કોઇપણ હિમ્મતવાન થશે નહીં. આ વખતે મોરચાના રક્ષણમાં પણ કુસંપ ફેલાઈ ગયે હ. મુઝફફરે આ ફુટેલ માણસેના દરશાવ્યા પ્રમાણે કર્યું. કુતબુદીનખાંએ પાંચ માણસોને આડતીઆ કરી મોકલ્યા; તે કોને આવતાં વેતજ કેદ કરી લીધા. વહાણમાં ઝનુદદીનખાનને હાથીના પગે બાંધ્યો તથા સંઈદ જલાલને સઈદ એહમદ બુખારીએ ભલામણ કરી છેડાવ્યો અને પિતાને ઉતારે લઈ ગયો.
મુઝફફર સ્વાર થયો અને હુકમ કર્યો કે કિલ્લાની ચારે તરફ વળગી પડે. આટલું કહીને જે તે પિતે અહમદાબાદથી લાવ્યો હતો તે તો કિલ્લા ઉપર રચી દીધી. કુતબુદદીનખાંએ જ્યારે પિતાના લશ્કરની આવી ભાઠી હાલત જોઈ ત્યારે ગભરાઈ જવાથી પોતે કિલ્લામાં કિલ્લેબંધ થયો. બીજે દિવસે મુઝફરે ધર્મપુસ્તક (કુરાન) ના સોગન લઈ, ખાનના જીવને કંઈપણ જોખમ થશે નહીં એવો કોલ મોકલી બોલાવ્યો. જ્યારે કુતબુદીનખાંએ આવી મુઝફફરની ભેટ લીધી તેજ વખતે કેટલાક માણસોને ઉશ્કેર્યાથી કુતબુદ્દીનખાન તથા તેના ભાણેજ જલાલુદીન મુહમ્મદને સાથે કેદ કરી. તે પછી કેટલીક ઘડી વિતે બેઉને કાપી નાખ્યા. બે દિવસ વડોદરામાં મુકામ કરી ત્યાંથી નિકળી ભરૂચની હદમાં પહોંચી ગયો. નવરંગખાંની માતુશ્રી કેટલાક ગુલામો સહિત ભરૂચના કિલ્લામાં હતી. ત્રીજે દિવસે ગુલામો લુણહરામ થઈ બહાર નિકળી આવ્યા અને મુઝફફરથી મળી કિલ્લાની કુંચી તેને સ્વાધીન કરી દીધી. કુતબુદ્દીનખાનની સઘળી રોકડ મુઝફફરના હાથમાં આવી, ત્યાં પંદર દિવસ મુકામ કર્યો. એ અરસામાં ખબર પહોંચી કે બેહરામખાનને માટે સપુત્ર મિરઝાખાન બાદશાહી આજ્ઞા પ્રમાણે કુચ ઉપર કુચ કરી અહમદાબાદ તરફ આવે છે, જેથી મુઝફફર પણ ઘણીજ ઉતાવળે પાછો ફરી અહમદાબાદ આવ્યો.