Book Title: Mirate Ahemadi Athva Gujaratno Itihas
Author(s): Pathan Nizamkhan Nurkhan Vakil
Publisher: Pathan Nizamkhan Nurkhan Vakil
View full book text
________________
[ ૧૪૧ ]
બાદમાં રહી, આ દેશના જે અમલદાર અધિકારી થઈને આવતા તેની નકરી ઉઠાવી પેાતાના દિવસેા ગુજારતા હતા અને હંમેશ તે ઘણી નવરાશ બેલગવતા હતા. જેમકે તેઓએ એકવાર વજીરખાનના અમલમાં હુલ્લડના દ્વારા ઉઘાડી બંડ સળગાવ્યું હતું, ત્યારે તેવા ખરા અવસરે શહાબુદ્દીન એહમદખાંએ આવી તેમના તાકાનની અગ્નિ ઉપર પાણી છાંટી દીધું હતું,(શાંત પાડી દીધું) અને તેએમાંના ઘણાખરાને પોતાના નાકરા કરી લીધા. ટાળાની હકીકત દરબાર સુધી પહોંચી તેથી હુકમ થયા કે કાઇ કાળે આવા લાકાને દેશમાં રહેવા દેવા નહીં, અને નાકરીથી ખરતરફ કરી તેની જગ્યાએ સારા લુહલાલ લેાકેાને રાખવા. આ વખતે બાદશાહની સ્વારી કાબુલ ભણી ગઇ. શહાબુદ્દીન એહમદખાંએ તે લેાકાને કાઢી મુકવાનુ કામ યાગ્ય ધાર્યું નહીં; એટલુ જ નહીં પરંતુ તેમની નીમણુંકે તથા જાગીરેામાં વધારા કરી તેમને દીલાસા આપ્યા.
આ વખતે એતેમાદખાનને ગુજરાત દેશના અધિકાર મળ્યું; અને સરકારી તાકીદી હુકમ બીજીવારને તેમતે દેશનિકાલ કરવાને આવેલા હતે. આ સુંદર નાદ આ હુલ્લડખાર ટાળીતા પણ કાને પહેાંચે હાવાથી પેાતાની ગોઠવણમાં હતા. આ ટાળીના ઉપરી મીર આખિઢ નામના માણસ હતા તેણે ચુસમલખી, ખલીલબેગ, ખદખશી, એગરામબેગ તથા મીરક સાથે ઠરાવ કર્યો કે એતેમાદખાનના ગુજરાતમાં આવતાં પહેલાં શહાબુદ્દીન એહમદખાનના ઘાટ ઘડી નાખવેા અને મુઝફ્ફરને સરદાર બનાવી એહુમદાબાદ ઉપર કબજો કરી લેવા. ભાગજોગે જહાંગીર નામના એક બંડખાર જે તે ટાળીમાં હતા તેણે શહાબુદ્દીન એહમદખાનને તે લેાકેાના ખાટા મતસુબાની બાતમી આપી દીધી. જેથી હવે તેનું મત અમલદારી ઉપરથી ઉચાટ થઇ ગયું હતું, તેથી જોઇએ તેવી રીતે તેણે તપાસ કરી નહીં; પરંતુ ખલીલબેગ અને મુહમ્મદ યુસને સંદેશા કહાવ્યા કે તમારે શહેર મુકી દેવુ અને અત્રે રહેવું નહીં. જેથી તે આ આજ્ઞાને પોતાના કાર્યની પુષ્ટીરૂપ જાણી, પેાતાની પહેલાંની જાગીરના પ્રગણા માતરમાં જઈ ત્યાં સામગ્રી કરવા લાગ્યા; અને મુઝફ્ફર ગુજરાતીને પત્રો મેકલાવી પોતે તામેદારાછે એમ દર્શાવી તેને આવવાને વાસ્તે ઉશ્કેર્યાં. હવે એમના ઉપરી મીરઆબિદ જાહેર રીતે જોતાં શહાબુદીત એહમદની સાથે આવી રીતે વર્તતા હતા કે દરબારમાં તમારી સાથે જનારાઓમાંથી પહેલા હું ચાલીશ; તેમ છતાં વળી પણ છાનામાના