Book Title: Mirate Ahemadi Athva Gujaratno Itihas
Author(s): Pathan Nizamkhan Nurkhan Vakil
Publisher: Pathan Nizamkhan Nurkhan Vakil
View full book text
________________
[ ૧૭ ]. વિરપુરમાંથી દીવાનને ભારે જોખમભરેલી હદે વજીહુલમુક વાવાથી તે કામ જાણનાર મુત્સદી વ્યાકદાસને આપવામાં આવ્યા અને સૈઇદ મુઝફફરને બક્ષી- વજહુમુલની બદલીમાં ગીરીની પદવી મળી
વ્યાકદાસની દીવાની. . સન ૪૮૩ હિજરીના રબીઉસ્સા માસમાં સરકાર સ્વારી અજમેર આવતી હતી ત્યારે તે જ વર્ષમાં પહેલા મુકામે તેણે ગુજરાતથી આવી બાદશાહને સલામ કરી. તેની જગ્યાએ રહી દેશનો બંદોબસ્ત નાઇબ સુબો વજીરખાન કરતો હતો. તરસુખાનને પાટણનો અમલદાર નિ અને સૈઈદ હાશીમ તથા રાયસિંગને હુકમ કર્યો કે નાંદોદમાં જઈ ત્યાંના બંડખોર લોકોને બ્રણે લાવવા. વળી તેવાજ અવસરમાં મીરજા લોકોની એક ટોળી શણ. ગારેલી સન્યાસહિત ઈડર ઉપર મોકલવામાં આવી, કે ત્યાંના ગરાસીઆઓને જોઇતી શીખામણ દઈ તે દેશને ખાલસા કરો. હવે તે જ દિવસમાં પાટણના ફોજદાર તરસુખાનની મહેનતથી સીહીના કિલ્લાની ફત્તેહ થઈ; અને સન ૪૮૪ ની સાલ આખરે કલીજખાન સુરત બંદરનો મુત્સદી (મેહેતો) કે જે હજુરમાં આવેલો હતો તે, મને હજ પડવા જનારાઓની સાથે રવાને . ઇડરવાળો રાયસિંગ બાદશાહી ફેજના કમકમાટથી તથા ધામધુમથી ડુંગરોમાં નાસી ગયેલો તે થોડાક મરણીઆ રજપુત લઇ સામો થયો પણ હારી ગયો. તેથી ઈડર પણ શરણ થઈ ગયું ને સરકાચ અધીકારીઓએ હરતક કર્યું.
હવે બાદશાહના કાને એવી ખબર પહોંચી કે, વજીરખાનની ગેરબંદોબસ્તીથી ગુજરાત દેશમાં સુખચેનને દાઘ લાગ્યો છે તે ઉપરથી
તમિનુદદેલા રાજા ટેડરમલને આજ્ઞા થઈ કે જેમ બને તેમ ઉતાવળે જઈ ત્યાંને બંદેબસ્ત કરવામાં સ્વભાવિક ગ્યતા અને સદબુદ્ધિ દેખાડવી. બાદશાહની આજ્ઞા ઉઠાવી તે જ્યારે જાલેરની સરહદમાં પહોંચે ત્યારે સીરોહીના ગરાસીઆ પહાડખાન જાલોરીની મધ્યસ્તાથી આવી રાજાને ભળી પચાસ હજાર રૂપીઆ તથા એકસો મહોરો પેશકશી દાખલ સન્મુખે ધરી. રાજાએ પોશાક, જડાવી પડતલો તથા એક દરબારી હાથી તે ગરાસીઓને આપ્યા ને એવો ઠરાવ કરી દીધું કે બેહજાર સ્વારથી ગુજરાતના સુબાની નોકરી બજાવવી. જ્યારે રાજા ટોડરમલ સુબાના દેશમાં
૧ સરકારને ભરૂસાદાર,