Book Title: Mirate Ahemadi Athva Gujaratno Itihas
Author(s): Pathan Nizamkhan Nurkhan Vakil
Publisher: Pathan Nizamkhan Nurkhan Vakil
View full book text
________________
[ ૧૨૨ ] પોતે ખુદાઈ સહાયતાના આધારે પોતાના ખાસ ભાગ્યશાળી સાથીઓ કે જેઓ ખાસ બાદશાહી ટુકડીમાં નિમાયા હતા તેઓની સાથે પિતાના જલદ તેજરિવ અવને એડ મારી પાણી મળે નાખ્યો; નાખતાં જ ઘેડ પાણી ઉતરી પાર થઈ ગયો. આ સંગ્રામ વેળા બાદશાહે પિતાનું બખતર શરીર ઉપરથી ઉતારી રાજા દશચંદને સોંપી હુકમ કર્યો હતો કે હાથમાં રાખી સાથે રહેવું. હવે જ્યારે તેણે તે તેની કનેથી માગ્યું ત્યારે તે ઉતાવળથી આવવાને લીધે રરતામાં પડતું મુકી આવ્યો હતો. તે અવસરે બાદશાહે ઉચ્ચાર્યું કે આપણાં શુકન સારાં થાય છે, આપણી આગળ રીતે ખુલ્લો થઈ જશે. આટલું બોલતાં તરતજ એક બહાદુર માણસે શત્રુમાંથી એકનું માથું કાપી લાવી બાદશાહની સન્મુખે મુકી દીધું; તે બિન પહેલી વાતને ટેકો આપનાર થઈ પડી. આ ભરૂસાદાર લોકોની સાથે બાદશાહ આગળ વધ્યો. અમીર પણ આ સ્થિતી જઇ લાચાર થઈ પાણીમાંથી ઉતરવા મંડયા.
હવે મુહમ્મદ હુસેન મીરજાએ થયા નામના બાદશાહને તથા ઝુઝારખાન સીધી કે જેને ગુજરાતની પહેલી સ્વારી વખતે શિક્ષા દાખલ મારી નાખ્યું હતું તેના છોકરા વલીખાનને પોતાની જમણા હાથની ફોજના સરદાર બનાવ્યા, કેટલાક સીધીઓ તથા ગુજરાતીઓને તેમની સાથે આગેવાન દાખલ સાથે રીતે નિમ્યા. શેરખાન પિલાદીના દીકરા મુહમ્મદખાનને કેટલાક વગરકવાદી અફગાનોની સાથે ડાબા હાથ ઉપર રાખ્યા હતા અને શાહમીરજા તથા અને કેટલાક બદખશાની તથા તુકીઓને પિતાની સાથે રાખ્યા હતા. આવી રચના કરી રણસંગ્રામમાં આવી પહોંચ્યો. નદીથી એક ગાઉ આગળ વધી બાદશાહ ઉંચી જગ્યાએ ઉભે હતો તે વખતે આસરખાએ આવી અરજ કરી કે મીરજાકકાને સરકાર વારી આવી પહોંચવાની કંઈ ખબર નહોતી, પણ હવે ખબર થયેથી બહાર નિકળી આવવાને તત્પર થયે છે. હજી તો બાદશાહી સન્યા સરકારી ખાસ સન્યાને આવી મળી નહોતી, કે શત્રુની સન્યા ઝાડમાંથી દેખાવા લાગી. જેથી બાદશાહ પિતે પણ સામો વધ્યો. આ વખતે મુહમ્મદ કુલીખાન, તરખાન તથા કેટલાક ચાલાક બહાદુર લેક ( તીર મારનારની ટોળી ) કે જેઓ આગેવાન હતા તેઓ આગળ વધ્યા. થોડીક ઝપાઝપી થયા પછી ઘોડાની લગામ ચમકાવી દીધી, તે વેળાએ બાદશાહે રાજા ભગવંતસીંહને કહ્યું