Book Title: Mirate Ahemadi Athva Gujaratno Itihas
Author(s): Pathan Nizamkhan Nurkhan Vakil
Publisher: Pathan Nizamkhan Nurkhan Vakil
View full book text
________________
૧૧૮ ]. રાત તથા ડોક દીવસ ઉગ્યા પછીના વખતમાં પણ ચાલતા જ રહ્યા. થોડોક દિવસ ઉગ્યો હશે કે, કડીની હદમાં આવેલા ટાણુ મુકામે જઈ પહોંચ્યા.
ત્યાં ખબર મળી કે શત્રુઓની એક ટોળીએ, શેરખાન પિલાદીના નોકર આવલીઆ નામના માણસના તાબામાં રહી કડીના કિલ્લાને મજબૂત કરી લીધું છે અને લડવાને તૈયાર છે. તે જ વખતે એનો ઘાટ એવો થયો છે કે, તેને બંદોબસ્ત કલાનખાને પાટણની ફોજથી કડીની લડાઈ. કર્યો છે, તેથી બહાર નિકળી લશ્કર હારબંધ થાય છે, તે જ વખતે કેટલાક બહાદુર લોકોને હુકમ થયો કે આગળ વધી જઈ રિક્ષા આપ. ડીક વારમાં જ તે બળવાન લોકોએ ઘણી શત્રુઓને કાપી નાખ્યા. કેટલાક નાસી કિલ્લામાં જતા રહ્યા. હવે એ જય પામેલા શરાઓ કિલ્લો લેવાની તૈયારીમાં હતા કે સરકાર સ્વારી નજીક આવી લાગી, અને મ કુર કિલ્લાના બજારમાં જરા થોભી જે બહાદુર લેક કિલ્લે લેવાના પ્રદર્ભ કરતા હતા તેમને હજુરમાં બોલાવીને હુકમ કર્યો કે હમણાં આ નાના કિલ્લા લેવાનું કામ મુકી દે, આ સઘળી ધામધુમ અને શ્રમનો મહા હેતુ એ છે કે સર્વથી પહેલાં ગુજરાતને બંડખોરોને પકડવા કે તેથી વગરમહેનતે આ કિલ્લો હાથમાં આવશે.
હવે તેઓ અખાડા કરી આગળ વધવા લાગ્યા, કડીથી બે ગાઉ મુકી વિશ્રામ લેવાને થોભ્યા અને આરામ લીધે. બીજે દિવસે મીરઝા યુસુફખાન તથા કાસિમખાન અને કડીની ફતેહ. કેટલાક અમીરે જે પાછળથી આવતા હતા તેઓના અજવાળાના ભડકા જોઈ કડીના કિલ્લેબંધ લોકો તેને સરકારી સ્વારી ધારી લડવાને નિકળ્યા અને છેવટે નાસી ગયા. બુધવારની સવારે જે પ્રમાણે બંદોબસ્ત થયો હતો તે પ્રમાણે આગળ વધ્યા અને જ્યારે અહમદાબાદથી ત્રણ ગાઉ ઉપર મુકામ થયો ત્યારે આસેફખાનને ઘણીજ ઉતાવળે શહેર તરફ રવાને કર્યો, કે જ્યાં જઈ મોટાખાનને તથા બીજા અમીરોને ખબર કરે કે સરકાર દ્વારી પધારી છે માટે જે ગોઠવણો કરવી હોય તે તૈયાર કરી રાખે. - જ્યારે જ શત્રુઓની પાસે જઈ પહોંચી ત્યારે બાદશાહે પતે બખ્તર પહેર્યું અને ત્યાંથી ઘણુ ઠાઠમાઠથી આગળ ચાલવા લાગ્યા. રરતે ચાલતાં બાદશાહને ઘડે જેનું અહમદાબાદ આગળની નામ “નરેબેઝ” ( સ્વેત પ્રકાશ ) હતું તે એક લડાઈ.