Book Title: Mirate Ahemadi Athva Gujaratno Itihas
Author(s): Pathan Nizamkhan Nurkhan Vakil
Publisher: Pathan Nizamkhan Nurkhan Vakil
View full book text
________________
[ ૧૧૦ ] જ્યારે સુરતના કિલ્લેબંધ લોકોને કેર વર્તાવતી ફેજની આવવાની ખબર થઈ ત્યારે મિરજા કામરાન અને ઈબ્રાહીમ હુસેન મીરજાની દીકરી ગુલરૂ બેગમ પોતાના ગુલબેગમની બહાદુરી. દીકરા મીરજા મુઝફફર હુસેનને સંધાતે લઈ કેટલાક ભરૂસાદાર નોકસહિત દક્ષિણ તરફ જતી રહી. અમીરોએ પેઠે જઈ પકડી લાવવાની ઘણી મહેનત કરી, પરંતુ તેમનાથી તે પકડાઈ નહીં અને તે બહાદુર સ્ત્રી પુરૂષાત દેખાડી જતી રહી.
જ્યારે બાદશાહને અરજ કરવામાં આવી કે સુરતના કિલ્લાને મજબૂત કરી, બાદશાહની તુક બોલીને માણસ કે જેનું નામ કી બાદશાહ હતું ને જે હુલ્લડખોર લોકોમાં ભળી ગયો હતો તેને સ્વાધીન કરવામાં આવ્યો છે. તેથી છેવટે બાદશાહની હિમ્મત તે કિલ્લો સર કરવા તરફ દેરાઈ જેથી હુકમ કર્યો કે રાજા ટેડરમલ તેનો બંદોબસ્ત કરી મોરચા વહેંચી આપે. બાદ શાહમખાન જલાઈને ચાંપાનેરના કિલ્લાના બંદોબસ્તને વાતે રવાને કર્યો કે તે જઈ કાસમખાન નૌકાધિકારીને આ તરફ મોકલી દે, કેમકે સુરંગે ઉડાવવાને તથા મોરચા બનાવવાને તે ઘણોજ અનુભવી છે, અને બાદશાહી હુકમ જે ખુદાઇ ચુકાદા સમાન છે તે હુકમ મોટા ખાન મીરજા
કલતાશ ઉપર મોકલ્યો કે અહમદાબાદ તથા રાઘળી વસ્તીઓનું રક્ષણ હિમ્મત રાખી મજબૂતીથી કરે, ને જે અભાગીઆ મીરજાઓ તે તરફ આવી ચઢે તે તેમને જોઈતી શિક્ષા આપે. બાદ શેરબેગને માલવાને સુબો એવી રીતે નિમ્યો કે કુતબુદીન, મહમ્મદખાન તથા તે તરફના સઘળાઓને મોટા ખાનની મદદે પહોંચાડવા.
સોમવાર રમજાન માસની ૭ મી તારીખે મજકુર સનના દિવસે લોખંડ, સરખો બનેલો સુરત શહેરનો કિલ્લો બાદશાહી મુકામથી તોપના ભારાનું ઠેકાણું થઈ પડ્યો. કિલ્લે સુરત બંદરના કિલ્લાની દેરાયેલા લોકો ઘણો ખોરાક, ઘણી તોપ ફતેહ. અને મીરજાઓની કુમકના આધારે ભારે અભિમાનમાં આવી ગયા હતા, તેમ કિલ્લામાં જોઈતી વસ્તુઓ પુરી કરવામાં રોકાઈ ગયા હતા. આ વખતના બનાવમાં એક બિના નોંધદાખલ એ છે કે, મીરજાઓના હાથીઓ અને કેટલાક સામાન પકડાઈ જવાના છે. તે અકર્થીઓએ આ ચઢાઈ અને મૂર્ખાઈમાં કેટલાક હાથીએ પિતાના માલ તથા