Book Title: Mirate Ahemadi Athva Gujaratno Itihas
Author(s): Pathan Nizamkhan Nurkhan Vakil
Publisher: Pathan Nizamkhan Nurkhan Vakil
View full book text
________________
[ ૧૧૨ ] તરફ નાસી ગયા અને શેરખાન પોલાદી જુનાગઢ ભણી પિબારા ગણી ગયો મોટાખાને અમીરે સહીત તે હીણભાગીઓની પેઠે જવાની કેડ બાંધી.
જ્યારે આ નવીન ફતેહની વધામણી બાદશાહના શ્રવણે પહોંચી તે વખતે ખુદાને મોટો આભાર માન્યો, અને ખાન આ જમને આજ્ઞાપત્રીકા લખી મોકલાવી કે કુતબુદીન મુહમ્મદખાન તથા અબ્દલાખાન અને મુરાદખાન વગરે અમીરો કે જે તમારા ધ્યાનમાં આવે તેમને શત્રુઓની પુંઠ લેવાને નિમી દઈ પોતે ઘણીજ ઉતાવળથી અને દરબારદાને દંડવત કરવાને લાભ લેશો. ખાન આજ્ઞા પ્રમાણે શવ્વાલ માસની ૨૦મી તારીખે દરબારદારની મુલાકાત કરવાનું માન પામ્યો અને બાદશાહી કાર્યને ભાગીદાર બન્યો.
આ વખતે કિલે પકડાયેલા સુરતીઓ છુટા થવાની મધ્યરતા ખોળતા હતા તેઓએ ગોવાના ફિરંગીઓને લખ્યું હતું કે, જો તમે ઉતાવળે અત્રે આવી પહોંચે તો અમે કિલ્લે તમારે સ્વાધીન કરીએ. તેઓ પુરી યુક્તિ અને સુશીઆરીથી આતીના રૂપમાં બની પોતાના દેશની ભેટ લઈ સુરતમાં આવ્યા, એવા હેતુથી કે જે કાર્ય સિદ્ધ થવાનું બની શકે તો કિલ્લો પિતાને કબજે કરી લેવો, નહીં તો આ કામથી નિઃસંબંધ બની આડતીઆઓની રૂટી પ્રણે બાદશાહની સેવામાં સલામ કરવાને લાભ લે. જ્યારે બાદશાહના હઠ વૈભવ તથા બળ ઉપર તેઓની નજર પડી ત્યારે કિલ્લાના લોભને કોરાણે મુકી પિતે આડતીઓ છે એમ જાહેર કર્યું અને બાદશાહની સેવામાં સલામ કરી, ભેટા સન્મુખ મુકી ઘણી મહે. રબાનીને પાત્ર થયા બાદ પાછા ફરવાની આજ્ઞા તેમને મળી. - હવે કિલ્લાના ઘેરાને એક માસ અને સત્તર દહાડા થઈ ગયા, તેથી સુરંગો કિલ્લાની દીવાલો સુધી પહોંચી ગઈ. તેવીજ રીતે દોરદમામ પણ વધી ગયો. આ વખતે કિલ્લેબંધ લોકોને સઘળી બાજુથી નિરાશી ઉત્પન્ન થઈ, તે એક જ બોલીવાળો (1) કે જેના તાબામાં કિલ્લાની સઘળી સત્તા હતી તેણે પોતાના સસરા નિઝામુદીન લાહોરીને સુલેમાનજહાંની સેવામાં મોકલ્યો, અને અરજ કહાવી છે, જે મને પ્રાણલકનું વચન મળે અને દરબારના એક દસ ગણો તો હું શ્યામમુખી આવી દરબારદારને દંડવત કરું અને જેને આજ્ઞા થાય તેને કિલ્લો હવાલે કરી દઉં. ત્યારે કાસિમ અલીખાન તથા ખાજેદોલતને હુકમ થયો કે, એકબોલીવાળો તથા સઘળા પકડાયલાઓને મુકી દેવાના શુભ સમાચારની ચેતવણી આપી અત્રે આવવાને લાભ લેવાની પરવાનગી આપો,