Book Title: Mirate Ahemadi Athva Gujaratno Itihas
Author(s): Pathan Nizamkhan Nurkhan Vakil
Publisher: Pathan Nizamkhan Nurkhan Vakil
View full book text
________________
[ ] પ્રમાણે કબુલ કર્યું અને કુચનો ડંકો વગડાવ્યો ને દાબુશલીમને સાથે લીધું. ત્યારબાદ દાબુશલીમ મુરતાજ સોમનાથની ગાદી પર બેઠે, અને સુલતાનના ગયા પછી તેને ભેટ સોગાદે મોકલતો રહ્યો. સિવાય સુલતાનના દરબારીઓને જુદી જુદી રીતે સેવા કરી રાજી રાખતે. એવી રીતે રાજઉપર તેની સત્તા જામી. રોકડ અને ઝવેરાત સુલતાનની સેવામાં મોકલી પિતાના શત્રુને પાછો મેળવવા માગણી કરી, સુલતાને તેને મોકલવા અખાડા કર્યા તેમ નિરપરાધીને શત્રુના હાથમાં આપવાનું તેનું મન નહોતું; પરંતુ દાબુશલીમ મુરતાજે નાણાની છુટથી દરબારીઓને પોતાના કરી લીધા હતા તેથી બધાએ અરજ કરી કે અધમ ઉપર શાવાસ્તુ દયા કરવી જોઈએ ? અને સુલતાને પિતાનાં વચનથી ફરવું ન જોઈએ. તેમ કર્યાથી દાબુશલીમ મુરતાજ સાથે વેર ઉતપન્ન થશે અને સત્તાતળેથી રાજ નિકળી જશે. તેપર સુલતાને અમીરેનો અભીપ્રાય લઈ તે માણસને દાબુશલીમ મુરતાના માણસોને સ્વાધિન કર્યો અને હિંદુસ્તાનના રાજકર્તાઓ ઉપર હુકમ મોકલ્યો કે, તેને સામનાથની સરહદ સુધી પહોંચાડી દે, જ્યારે તે મજકુર સરહદ ઉપર પહોંચ્યો ત્યારે દાબુશલીમ મુરતા જે હુકમ કરી રાજ્યસન તળે કેદખાનું તૈયાર કરાવ્યું. સોમનાથ દેશને એવો ધારો હતો કે જ્યારે શત્રુ તેની કરેલી રાજધાનીની જગ્યાએ પહોંચે ત્યારે એક મજલ બહાર નિકળી આવી સરકારી થાળ અને છાગલ તેના માથા ઉપર મુકી ઘોડાની આગળ તેને દરબાર ધારસુધી દોડાવો; તે પછી રાજા પોતાના રાજ્યસન ઉપર બેસે અને દુશ્મનને બંદીખાને લઈ જઈ કેદ કરે અને તેને વાસ્તે બનાવેલી ગાદી ઉપર બેસાડે. આ નિયમાથે દાબુશલીમ મુરતાજ બહાર આવ્યો અને શત્રુ સ્વાધિન થવાને વાર હતી તેથી તેણે તેટલો વખત શિકારમાં કાઢવા નક્કી કર્યું. રાજા અને લશ્કરી લેકે ચારે તરફ વિખરાઈ ગયા અને ઉને વા કુંકવા લાગ્યો. લશ્કરીઓ જગ્યા જોઈ વિસામો લેવા ઠેકાણે પડ્યા. દાબુશલીમ મુરતાજ
એક ઝાડ હેઠળ ઉતર્યો અને રાતો રૂમાલ મોઢે મુકી નિંદ્રાવશ થયો. તે જંગલમાં તિક્ષણ ચાંચવાળાં ઘણાં પક્ષીઓ વસતાં હતાં તેમાનાં એક પક્ષીઓ ઉડતાં ઉડતાં રાતા રૂમાલને માંસનો કકડે સમજી, ઉપરથી હેઠળ આવી રૂમાલને ચાંચ મારી અને ચાંચવડે ઉંડું ખેતર્યું તેથી એક આંખ ચાંચના મારથી કાણી થઈ ગઈ; આથી લશકરમાં ખળભળાટ ઉઠયો. આ ખબર પેલા માણસને થઈ
-
૧ ઈબ્રીક,