Book Title: Mirate Ahemadi Athva Gujaratno Itihas
Author(s): Pathan Nizamkhan Nurkhan Vakil
Publisher: Pathan Nizamkhan Nurkhan Vakil
View full book text
________________
[ ૧૨ ] સુલતાનની સેવામાં દિલ્હી મોકલવામાં આવી. મજકુર રાજાની દીકરી કે જેનું નામ દેવળદેવી હતું તે બીજા કેદીઓની સાથે દિલ્હી પહોંચી તે વખતે ખિઝરખાન સુલતાન અલાઉદદીનને કુંવર તેના સ્વરૂપ ઉપર મોહી ગયો. બેઉના પ્રેમની સુલતાનને જાણ થઈ તેથી સુલતાને ખિઝરખાનનું લગ્ન દેવળદેવીથી કરી દીધું અને દેવળદેવીની માને પોતે નિકાહ પઢી ઘરમાં રાખી, અમીર ખુસરૂ કવીએ ઇકીઆ એટલે પ્રેમપોથીમાં ખિઝરખાનની દેવળદેવીથી થએલ કિતીની વાર્તા કવિતામાં લખી છે તે જગત પ્રસિદ્ધ છે; પરંતુ એમ પણ જણાય છે કે, આ ફતેહની વખતે દેવળદેવી નાની ઉમરની હતી અને ઘણી રૂપવાન હતી તેથી અલગખાને તેને પોતાની દીકરી કરી ઘણું સંભાળથી રાખી હતી અને છેવટે સુલતાનના હુકમથી ખિઝરખાન જોડે પરણાવી દીધી. કવિતાની કેટલીએક યુકે કે જે ખિઝરખાન અને દેવળદેવી રાણીના વર્ણન વિષે ઇક્કીઆમાં છે તે અન્ને ટાંકવામાં આવી છે. ( જેનું ભાષાંતર, કર્તાએ ગુજરાતી કવિતામાં આપ્યું છે)
દેવલદેવી આ કાળની નામ નામી, ભરત ભૂમીને માર ઉપમાને પામી. હિંદી લેશથી નામ તેનું રખાયું, દેવળદેવી નાનાપગેથી કહાયું. તે દેવીથી દેવોને સંબંધ ભારે, મનુષ્ય જાતેપર ન ચાલે લગારે. મને એજ ઉપમા છે લાગી વહાલી, કે હિંદીની ઝંડી જગતમાં જ હાલી. એક અડચણને વચમાંથી દીધી છે ટાળી દેવી મંડપને કીધી શણગારવાળી. જેને હોય સત્તા ને દોલત તે રાગી, મેં તેથી દવલ રાગી તેને વખાણી. થયું ખાનનું નામ પ્રિવેની સાથે લીધું રાશીએ ગુણ ગાવાનું મા.
દેહરે, આ પ્રિતી પુસ્તક તાણી વાતો ઠામે ઠામ,
દેવલ રાગી ને ખિજરખાં રહ્યું જગતમાં નામ. અલગખાન પાટણ જીત્યા પછી અને રાજા કરણને કાઢયા પછી ત્યાંના રાજ્યબંદોબસ્તમાં પડી ગયો; તે દીવસથી અમલદારે હુઝર દીલીથી અહિઆ નેમાતા હતા અને મોટી મજીદ કે જેને જુમામજીદ કહે છે તે
૨ આ હકીક્તથી ઉલટી હકીકત ઇતિહાસમાં કોણ જાણે શા હેતુથી દાખલ થઈ છે !