Book Title: Mirate Ahemadi Athva Gujaratno Itihas
Author(s): Pathan Nizamkhan Nurkhan Vakil
Publisher: Pathan Nizamkhan Nurkhan Vakil
View full book text
________________
[ ૪૫ ] આવવાની ખબર સાંભળી અધઓનું ઘણું લશ્કર ભેગું કરી સુલતાન મુહમ્મદથી લડીને તેને હરાવી દીધો અને મુખ્ય પ્રધાન મેદનીરાય નામનાએ ઘણી સત્તા મેળવી છે, અને મહેમુદ પાસે બાદશાહના નામ શિવાય કંઈ પણ બાકી નથી, તેમ નવેસરથી ભાળવામાં અધ“પણું ચાલુ થયું છે. એ સાંભળી સુલતાનની ઇસલામી ધર્મ પ્રત્યેની લાગણી પ્રગટી ઉઠી અને મજકુર માસમાં મુહમ્મદાબાદથી અધર્મીઓને ટાળી ધાર્મીક મુસલમાની સહાય કરવા માળવા તરફ કુચ કરી ગયો. અને ગોધરા મુકામ ઉપર જોરાવર લશ્કર ભેગું કરવા થોભ્યો હતો કે ઈડરના રાજાની અવિવેકી ચાલ ચલણની ખબર પહોંચી, તેથી તે તરફ ધ્યાન પહોંચાડ્યું, અને સખત તાકીદ કરી કે ઈડરના ઘરે તથા દેવળો પાડી નાખવાં અને તે પ્રમાણે થયું. આ બનાવ સને ૪૧૮ માં બન્યો, અને ઈડરને રાજા પોતાના કૃત્યથી લજવાઈ ગયો ને ઘણું કિમતી પેશકશીઓ. સેવામાં મોકલી, સુલતાન પાછું ફરીને ગોધરામાં આવી ત્યાંથી સિકંદરખાન શાહજાદા (કુંવર) ને મુહમ્મદાબાદ મોકલ્યો અને પોતે માળવા તરફ વળે. જ્યારે ધોળકા મુકામે પહોંચ્યો ત્યારે ત્યાં કટ કરવાનો હુકમ કરી કુચ કરી ગયો, તે વખતે ખબર મળી કે મેદનીરાય, સુલતાન મેહેમુદ નાસિરૂદીનને ચંદેરા તરફ લઈ ગયો છે. સુલતાન મુઝફફરે કહ્યું કે, આ ચઢાઈને મારે એવો હેતુ નહોતો કે માલવાને મુલક સુલતાન મેહેમુદથી લઇ લઉ કેમકે તે પણ મુસલમાન બાદશાહ છે, પરંતુ એવી મતલબ હતી કે મેદનીરાય તથા બીજા અધર્મી પાપીઓને દુર કરી બેઉ ભાઈઓ વચ્ચે સલાહ શાંતી કરાવી દઉં. હવે ધારના હરણાશ્રમની ઈમારતોના ઘણું વખાણ સાંભળ્યા હતાં તેથી ત્યાં જઈ તે ઇમારત અને મહેલોની ભેટ લીધી, અને ત્યાંથી મુહમ્મદાબાદ પાછો ફર્યો.
સને ૯૨૦ માં સુલતાને સાંભળ્યું કે ઇડરના રાજા ભીમરાવના ભત્રીજા રાયમલે મજકુર રાજાના મરી ગયા પછી ચીતોડના સકારાણાની મદદથી ભીમના દીકરા ૯૨૦ હિજરી. બહારમલને ઈડરથી કાઢી મુકી રાજ સ્વાધીન કરી લીધું છે. તેથી સુલતાનને માઠું લાગ્યું અને તેણે ફરમાવ્યું કે મારી આજ્ઞાથી તે ઈડરમાં રાજ કરતો હતો; અને રાણાની શી મગફુર કે તે હિમાયતી
૧ પવિત્ર નિષ્ઠા,