Book Title: Mirate Ahemadi Athva Gujaratno Itihas
Author(s): Pathan Nizamkhan Nurkhan Vakil
Publisher: Pathan Nizamkhan Nurkhan Vakil
View full book text
________________
[૪૯]
૯૩ હિજરી.
સને ૯૩૧ માં કુંવર બહાદુરખાન પોતાના ભાગમાં ઓછી જાગીર મળી છે એથી અસંતાષી થઇ ડુંગરપુર અને ત્યાંથી ચિતાડ ગયા, અને ત્યાંથી મેવાતદેશ અને ત્યાંથી સુલતાન ઇબ્રાહીમ દિલ્લીના સુલતાનની સેવામાં પેપહોંચ્યા. આ વેળાએ ઈબ્રાહીમ અને મેહીરૂદ્દીન ખાખર બાદશાહની પાણીપતના મેદાનમાં લડાઇ હતી. મુલતાન ઈબ્રાહીમ બહાદુરખાનને ખેલાવી ઘણા ' માન તથા આમરૂથી મળ્યા, હવે બહાદુરખાનની બહાદુરી તથા જવાંમર્દી સુલતાન ઇબ્રાહીમે જોઇ અને દિલ્લીવાળાઓએ પણ એના પરાક્રમ પસંદ ફર્યા. પછી બહાદુરખાનના જાણુવામાં દિલ્લીની હકીકત આવ્યાથી પોતે જોનપુર ભણી ચાલતા થયા, રાણાના ભત્રીજાને ઠાર કરવાના અને બીજા જે અનાવે પ્રવાસમાં બન્યા તે ઇતિહાસાના પુસ્તકામાં લખાએલા છે. જ્યારે આ કુંવર જેનપુરની હદમાં પાહોંચ્યા હશે ત્યારે પેાતાના પિતા સુલતાન મુઝના જન્નતનશીન થયાના સમાચાર સાંભળી ત્યાંથી તે ગુજરાત તરફ પાછે ર્યાં.
સુલતાન મુઝફ્ફરીના જ્યારે જાણવામાં આવ્યું કે બહાદુરખાન રિસાઇને વાખડા તરફ ગયેા છે તે જાણી એના મનને ધણું લાગ્યું, જેથી હુકમ કર્યાં કે સમજાવીને એને પાછે! લાવે; અને પેાતે પણ ગુજરાતની હદ મુઠ્ઠી બહાર નિકળ્યેા હતેા. આ વખતમાં સુલતાનની પ્રકૃતી બગડી, તેથી તે મુહમ્મદાબાદથી દોલતાબાદ ( વડાદરામાં ) આળ્યે, અને ત્યાંથી કુચ ઉપર કુચ કરી ખદ્રોલના મેહેલા કે જે અહમદાબાદની હદમાં છે ત્યાં આવી પાહાંચ્યા. જ્યારે લેાકેા સુલતાનના જીવવા વિષે નિરાશ થયા તે વખતે કુંવર લતીફમાંએ જોયું કે પાટવીકુંવર સિકદરખાં મને જીવતા મુકશે નહીં. આ હેતુથી જમાદીઉલ આખર માસની પેહેલી તારીખે વડાદરા તરફ રવાને થયા. કેટલાએક કહેછે કે સુલતાને એને એવી ભલામણ કરી હતી. મજકુર માસની ખીજી તારીખે મળસ્કાની નિમાજ પછી સુલતાને સિકંદરખાનને ખેાલાવી રાજ્યેાપયેાગી કેટલીક શીખામણે! તેને દીધી અને તેને વિદાય કર્યા પછી શુકરવારની રાતની નિમાઝની વખતે ( એટલે આઠ વાગતાં ) તારીખ ૨૨ મી જમાદીઉસ્સાની સન ૯૩ર
૧ કાવતરા ભરેલી પ્રધાનેાની છુટ. (સિકંદરી જીએ)