Book Title: Mirate Ahemadi Athva Gujaratno Itihas
Author(s): Pathan Nizamkhan Nurkhan Vakil
Publisher: Pathan Nizamkhan Nurkhan Vakil
View full book text
________________
| [ ૭૧ ] - સંકામાં બીજી વાર ફરીથી સુલતાનના હાથમાં રાજ્યસત્તા આવી અને પ્રધાનપદની સત્તા સુલતાન બહાદુરના વખતમાં પહેલો પ્રધાન હતો તે અફઝલખબબાનીને અપાઈ. ખુદાવંદખાન તથા આસેફખાન અને એવી જ એક ટોળીના માનમાં વધારો થયો. પરંતુ જ્યારે આલમખાન બહાર નિકળી પડયો ત્યારે દરખાન કે જે આ વખતે દક્ષિણના દેશોમાં ઘણી નિર્ધનતાથી દિવસ કાઢતો હતો તેને લખીને બોલાવી લીધો. તે આવીને ભરૂચમાં ઈમાદુલ મુલ્કને મળ્યો. દરીઆખાનના આવવાની ખબર અને આલમખાનનો સંપ અને ઈમાદુલ મુલ્કના મેળાપથી સુલતાનને કામ કાજની શંકા ઉત્પન્ન થઈ. આ વેળાએ માંદુલમુલ્કની અરજી સુલતાનની નજરે આવી. તે એવી હતી કે આલમખાન તથા દરીઆખાન જુના આ સરકારના સેવક છે. હમણાં એ યોગ્ય નથી કે દિલ્હીના બાદશાહ શેરશાહની પાસે જાય. માટે તેઓને સરહદ ઉપર જાગીર આપવી, કે ત્યાં રહી સોંપેલી સેવા બજાવવાને આતુર રહે. સુલતાને પણ એ અરજને કબુલ રાખી, પરંતુ આલમખાનના ભાઈ તથા કુટુંબને વાતે જરા વિચારમાં પડે.
સુલતાનને ભારે ધારતી હતી કે રખેને દરીઆખાન, આલમખાન અને ઇમાદુલ મુલ્ક એકસંપ થઈ હુલ્લડ ઉભુ કરે, તેથી ઇમાદુલમુક ઉપર હુકમ લખ્યો કે, વહેલાસર હુજુરમાં આવવું, કે જેથી તેઓ વિશે કંઈ ગોઠવણ કરવામાં આવે.” આ સંદેશો લઈ કતુબુલ અકતાબના વંશના સૈઇદ અરીશને મોકલ્યો. તે પ્રમાણે બાર હજાર સ્વાર લઈ ચાંપાનેરમાં સુલતાનની સેવામાં તેઓ હાજર થયા અને સુલતાને તેમની ઉપર ઘણી મેહેરબાની બતાવી. થેય દિવસ વિત્યા પછી ગ્રહભાવે અડધી રાત્રે કોઈએ બુમ ઉડાડી કે સુલતાની હુકમ થયું છે કે “ઇમાદુલમુકને પાયમાલ કરી નાખવો.” આ લોકોની વગરપાયાની ગપ ઉપરથી ચોતરફથી લોકોએ આવી ઇમાદુલ મુલ્કને ખરાબખરત કરી નાખ્યો. ઈદુલમુકે અતિ સંકટ ને મહામહેનતે સઈદ મુબારકને આશરો લે છે. સુલતાને એ બનાવથી ઘણે બદલાઈ જઈ જે લોકો એ કૃત્યના રચનાર હતાતેમનામાંના ઘણાખરાને પકડીને શિક્ષાએ પહોંચાડ્યા, અને ઈમાદુલ મુલ્ક ઉપર ઘણું મહેરબાની બતાવી. ઇમાદુલ મુલ્ક મકકે મદીને હજ કરવા પર હિજરી. જવાની રજા માગી, જે સુલતાને સ્વીકારીને સુરત મેક* ૧ સારંગપુર દરવાજા બહાર જેની ધુમટી છે તે.