Book Title: Mirate Ahemadi Athva Gujaratno Itihas
Author(s): Pathan Nizamkhan Nurkhan Vakil
Publisher: Pathan Nizamkhan Nurkhan Vakil
View full book text
________________
[ ૧૦૬ ] વિચારેને વાતે અને કેટલીક સમયસુચક ગોઠવણોના કારણથી ત્યાં જ રહેવા દીધો કે જેથી તે અમીરની સાથે સેવામાં આવે.
હવે રસ્તામાં ખબર મળી કે ઇખતીઆરખાન લુણાવાડામાં નાસી ગયો છે. એ માદખાન તથા સઘળા ગુજરાતીઓ ઢચુપચુ થઈ રહ્યા છે અને લુણહરામ થવાને વાતે મનસુબો કરે છે. તેથી હુકમ થયે કે શહબાઝખાન ઉતાવળથી જઈ તે દુષ્ટ મનવાળા માણસોને ખોટા વિચાર ઉત્પન્ન કરવાની તક ન આપે અને તેમને પકડી પોતાની સાથે હજુરમાં હાજર કરે. છે જ્યારે ખંભાત બંદરે બાદશાહી સ્વારી પહોંચી ત્યારે વહેપારીઓ તથા ત્યાંના વતનીઓ પધરામણીનું આમંત્રણ કરવાનું સામે આવી અમન ચમન વર્તાવવાનાં કલ્યાણકારક વચનોની વધામણી પામ્યા. ખુદાઈ પરોપકારના સરવરરૂપ બાદશાહે વહાણમાં સ્વાર થઈ ખારા સમુદ્રની સેલ કરી, તે બાદ શહબાઝખાન તથા એમદખાન વિગેરે બીજા ગુજરાતી અમીરાને હજુરમાં લાવીને હાજર કર્યા. દેશના બંબનના ધ્યાનથી અને રાજ્ય ગોઠવણોને લીધે દરેક માણસને દરબારના એક એક ભરૂસાદારના તાબામાં સોંપવામાં આવ્યો.
આ કામથી પરવાર્યા પછી પીંડશત્રુ મીરજાઓને પકડવાના કામ ઉપર લક્ષ આપ્યું અને તે ભણી હિમ્મત કરી હરખાન ખજાનચીને ખંભાતનો વહીવટ સોંપી તેને ત્યાં મુકી બાદશાહી સ્વારી વડેદરા તરફ કુચ કરી ગઈ.
- વડેદરાની સરહદમાંથી મોટા ખાન મીરજા કોકલતાશને અહમદાબાદના બંદોબસ્ત અર્થે રવાને કર્યો અને શહબાઝખાન, કાસમખાન તથા બાઝબહાદુરખાનને એક મજબૂત સન્યાસહિત ચાંપાનેર સર કરવાને મોકલ્યા અને વડોદરામાં ખબર મળી કે મિરજાઓ સુરતના કિલ્લાને મજબુત કરી ચાંપાનેરની હદમાં ભેગા મળ્યા છે. તેથી કરીને અમીરોમાંની એક ટુકડી અને રાજ્ય જયવંત સન્યા પૈકી સન્યા તે લોકોને શિક્ષા નમવામાં આવી.
આ વેળાએ ખબર મળી કે ઈબ્રાહીમ હુસેન મિરજા અત્યારસુધી ભરૂચના કિલ્લામાં હતો, તે ત્યાંથી નિકળ્યો છે. તેનો એવો મનસુબો છે કે દેશમાં બંડ ઉભું કરે, તેમજ જે રસ્તે થઈ બાદશાહી સ્વારી પસાર થવાની છે ત્યાંથી આઠ ગાઉ તે દૂર છે.