Book Title: Mirate Ahemadi Athva Gujaratno Itihas
Author(s): Pathan Nizamkhan Nurkhan Vakil
Publisher: Pathan Nizamkhan Nurkhan Vakil
View full book text
________________
[ પ ] રાજધાનીના બાદશાહવાસ કિલ્લામાં પિતાના ભાઈની વસીઅત પ્રમાણે તત ઉપર બેઠો. અને ૧૧૩૧ હિજરી. મુહમ્મદ ને કેસ્વરના ઘોંઘાટની બુમાટને લીધે અકબરાબાદ શાહવાસ રાજધાની ભણું ગયો. તે જ વર્ષના છક્કાદ માસમાં તેની આયુષનો અંત આવ્યો. એણે ચાર માસ બાદશાહકરી. કંઈ પણ સુબામાં ફેરફાર થયો નહીં.
નાસિરૂદદીન મુહમ્મદશાહ બાદશાહ (બહાદુરશાહ બાદશાહના દીકરા જહાંદારશાહને કુંવર.)
જ્યારે બાદશાહવાસ અકબરાબાદની રાજધાનીની ભુમીથી બીજે શાહજહાન બાદશાહ મૃત્યુ પામ્યો ત્યારે કુતબુલમુક એટલે સૈયદ અબદુલ્લાખાન અને ૧૧૩૧-૬૧ હિજરી, વછર તથા અમીરૂલઉમા સૈયદ હસન અલીખાંએ પોતાના નાના ભાઈ સૈયદ નજમુદીનખાં કે જે દિલ્લી રાજધાનીમાં સુબો હતો તેને લખ્યું કે ઘણી ઉતાવળે એક ખાનદાન રાજકુંવરને આ તરફ મોકલશે કે જે અત્રે આવી પિતાના બાપદાદાના તખ્ત ઉપર જામી જાય. જેથી તેણે મુહમ્મદ રોશન અખતર જહદારશાહ બાદશાહના કુવરને ઘટાટો૫ નામનો હાથી સ્વારીમાં આપી તુરત મોકલાવી દીધો. પંથ કાપ્યા પછી જીલ્કાદ માસની ૧૫ મી તારીખ સન ૧૧૩૧ માં બાદશાહી તખ્ત ઉપર બેઠે અને પિતાનું નામ મુહમ્મદશાહ મુક્યું. તે સન ૧૧૬૧ હિજરીના રબીઉસ્સા માસમાં મૃત્યુ પામ્યો અને દિલ્લી રાજધાનીમાં ખાજા નિઝામુદદીન અલીબાના રાજા પાસે તેની કબર બનાવી. તેની બાદશાહતની મુદત કે જે રફીઉદદરજાત તથા બીજા શાહજહાનની બાદશાહતમાં ગણાય છે તે ત્રીશ વર્ષ ને છ દિવસ હતી. આ
1, 2 Indian king makers.
૩ મુસાસુહાગ, બાવા બારેલી, બાવા ઢેકલ, બાવા લધન શહીદ, બાવા બતીફ, બાબુ અલીશેર સરખેજવાળાના ધર્મ ગુરૂ.
૪ આ રાજમાં ઘણુંખરા સુબાઓ સ્વતંત્ર થયા. જેમકે લખન, હેદરાબાદ વિગેરે.