Book Title: Mirate Ahemadi Athva Gujaratno Itihas
Author(s): Pathan Nizamkhan Nurkhan Vakil
Publisher: Pathan Nizamkhan Nurkhan Vakil
View full book text
________________
[ ૮૪ ] હતો. તે ઘેલા અફગાને તેનું વેર લેવાનું તે વખતે મનમાં આવ્યું અને બેરામખાન ઉપર વેર લેવાનો મનસુબે કર્યો. તેમજ શેરખાનના દીકરા રસલીમખાનની કાશમીરી ધણીઆણી કે જેના પેટથી એક પુત્રી થએલી તે પણ આ સંધમાં બેરામખાન સાથે હજની યાત્રા કરવા સારૂ હિજાઝદેશ તરફ જવા નીકળેલી હતી. તેમાં એવો ઠરાવ થએલો કે બેરામખાન પેલી છડીસાથે પિતાના દીકરાને લગ્નમાં ડે. આ ઠરાવ ઉપર પણ અજ્ઞાનીઓ બળી મરતા હતા. બેરામખાન જ્યારે પાટણમાં આવી ઉતર્યો હતો ત્યારે દરરોજ તે શહેરના બાગબગીચા તથા ઇમારતો જોવા જતો હતો.
એક દિવસે મોટા તળાવ આગળ આવ્યો કે જે ઘણી સેલ કરવાની જગ્યા છે અને તેની વચ્ચે વાડી છે, જ્યાં નાવમાં બેસીને જવાય છે ત્યાં ગયો હતે. જે વખત નાવમાંથી ઉતરી સ્વાર થતો હતો તે વખત તે અબુધ ત્રીશ અથવા ચાળીસ અફગાનો લઈને કેલિઆબ આગળ આવ્યો અને એવું જાહેર કર્યું કે અમો મળવા આવેલા છીએ. બેરામખાંએ તે લોકોને બોલાવ્યા અને જ્યારે તે પાપી આગળ આવ્યો ત્યારે વગરધારતીએ ખંજર કાઢી એવી રીતે ખાનની પુઠ ઉપર માર્યું કે છાતીમાંથી નિકળ્યું, અને બીજી વખતે તાણી તેનું કામ કાઢી નાખ્યું. તે વખતે “અલ્લાહો અકબર !” આટલું બોલી તે મૃત્યુ પામ્યો. તેના સાથીઓ આ બનાવથી ભયભિત થઈ જઈ પોતપોતાની જગ્યાએ નાસી ગયા અને બેરામખાન રક્તથી રોળાએલો તથા માટીમાં પડેલો હતો. છેવટે કેટલાક ફકીરોની ટોળીએ સને ૮૬૦ હીજરી. લેહી ભરેલી તેની લોથને ઉચકીને શેખ હીસામના રોજાની હદમાં કે જે તે વખતનો મોટો પીર હતો ત્યાં ભૂમીદાઘ આપ્યો. એ બનાવ શુકરવાર તા. ૧૪ માહે જમાદીઉલ અવલને દહાડે સના ૪૬૦ માં બન્યો.
સાલ નિકળતું કવિત. બેરામ બાફે કાબા ચુંબત એહરામ, દરરાહ શુદ અને શહાદત શકામ તમામ. દર વાકએ હાતિફે પએ તારીખ, ગુફતા કે શહીદ શુદ મુહમ્મદ બેહરામ.
•
૧ કનસરા દરવાજા બહાર મખદુમ સાહેબ.