Book Title: Mirate Ahemadi Athva Gujaratno Itihas
Author(s): Pathan Nizamkhan Nurkhan Vakil
Publisher: Pathan Nizamkhan Nurkhan Vakil
View full book text
________________
[૫૦]
હિજરીને દહાડે દેહત્યાગ કર્યાં. અને તે સરખેજમાં આવેલ મુલતાન મહેમુદ બેગડાના રઘુમટમાં દટાયા તેણે ચઉદ વર્ષ ને નવ મહીના રાજ કર્યું.
૯૩૨ હિજરી.
સુલતાનના ધર્મગુરૂ વડાદરાવાળા સદ સૈયદ તાહિર હતા. એવું કહેવાય છે કે તે વખતે સુલતાન મુઝફ્ફર આચાર વિચાર, વિદ્યા મર્યાદા, જ્ઞાન અને શુરવીરતામાં સર્વોત્તમ હતા, દયા જોઇએ તે કરતાં પણ વધારે હતી; તેથી મુઝફ્ફર હલીમ ( દયાળુ ) પ્રસિદ્ધ થયા, તેણે જન્મ ધરીને કદી કેી જસ કંઈપણ વાપરેલી નહીં... એટલે નિસ્સાનેા છાંટા પણુ લાગેલો નહીં. સુલતાનના સધળા વખણાએલા ગુણ્ણા વિષે મિરાતેસિક દરી ખબર કરે છે. હવે કેટલાક કામે જેમાં શિક્ષા તેએ તે ઉપર દયા વર્તાવવામાં આવતી તેથી કંઈ દાખસ્તમાં નુકશાની આવતી. લાકોમાં કહેવત છે કે સુલતાન મુઝફ્ફરના વખતમાં જમીન એટલી બધી ખેડાઈ કે ઝાલાવાડમાં ઢારાં ચાઢવાની અડચણ પડી. જેથી સરકારમાં ફરીઆદ થઈ તેપરથી સુલતાને હુકમ કયો કે ચારવા જેટલી જગ્યા રાણાની રાખી, જમીનને ખેડા, ખરૂં ખોટું ખુદ્દા જાણે.
સુલતાન સિકંદર-સિકંદરમાં
(મુલતાન મુઝફ્ફર હલીમના પાટવી કુંવર)ની બાદશાહત.
સુલતાન મુઝફ્ફર હલીમના મૃત્યુના દિવસે સુલતાન સિક ંદર અહમદાબાદમાં તખ્તનશીન થયા અને તેજ દિવસે મુહમ્મદાબાદના મનસુખે કર્યા, અને જે લાક રાજકુંવરીના વખતમાં તેની સેવામાં રહેતા હતા તે સઘળાને પદવી આપી અને એક હજાર સાતસા ઘેાડા પોતાના માણસોને ઇનામ આપ્યા. આ રાજનિતીથી મુઝફ્ફરશાહના માણસેા રિસાયા, તે અહીં સુધી કે ઇમાદુલમુલ્ક કે જેને ખુશ કદમ એટલે શુભ પગલાંવાળા કહેતા હતા તે સુલતાનના સલાહકાર અને સુલતાનના જોખમભરેલા હાદા (પ્રધાનપણા) ઉપર દેખરેખ રાખતા હતા તે પોતાના ઉપર જ્યારે ઉપકાર જણાયા નહી તેથી દિલગીર થઇ ગયા.
આ વેળાએ એવી પણ ખબર મળી કે મુલતાન મુઝફફરના દીકરો ૨ જે પીર અમીતાના મહેલ્લા કહેવાય છે ત્યાં ઘુમટ છે.