Book Title: Mirate Ahemadi Athva Gujaratno Itihas
Author(s): Pathan Nizamkhan Nurkhan Vakil
Publisher: Pathan Nizamkhan Nurkhan Vakil
View full book text
________________
- [ ૧૭ ] ઉઠી એકાંતમાં ગયો. નૃતવાળીઓમાંથી એક ચંદ્રમુખીની સાથે નિદ્રાવશ થ. સુલતાન તેવીજ રીતે એક સભામાં બેસી રહ્યો. આ નાલાયક ચાલથી સુલતાનનું મન નારાજ થયું અને સહનશક્તિથી સહી શકાયું નહીં, તેથી તેણે ધીમે રહી સૈયદ મુબારકને કહ્યું કે, “આ દાસની અવિવેકત્તા જોઈ કે? મને એકલો મુકી, દારૂ પીને, બાદશાહી વિવેકને કોરાણે મુકી, નિદ્રાવશ થયે છે.” સૈયદ મુબારકે અરજ કરી કે હજી સહનતા, સબુરી અને ગંભીરતાની વેળા છે, કે શું પરિણામ આવે છે તે જોવું. ભોગજેગે સુલતાનની મુસાફરી અને તેના જેવી હાલતમાં હોવાના ખબર આલમખાં લેધી કે જે, તે વખતે પોતાની જાગીરમાં હતો તેને પહોંચી. તે દરીઆખાનથી ગુપ્ત રીતે બળતો હતો તેથી પિતાની જાગીર શહેર રથી ત્રીશ ગાઉ ઉપર ધંધુકામાં હતી છતાં ત્યાંથી છાનામાનો આવ્યો અને ગુપ્ત રીતે સુલતાનને અરજ કહાવી કે જો સુલતાન મુજને અત્રે આવી મળે અને જે કાંઈ આજ્ઞા કરે તે પ્રમાણે વર્તવાને તૈયાર છું, અને વચમાંથી સત્તા લઈ પડેલાનો કાંટો કાઢી નાખું.' સુલતાન ચરાજીનામી વાઘરી કે જે છેવટે મુહાફિઝખાનની પદવી પામ્યો. તેના કેલ કરારથી ખાતરી કરી બાવીસ સવાર સહીત ઘોડવહેલ કે જે, આલમખાંએ મોકલાવી હતી તેમાં બેસી એકાંતે ખામધ્રોલના મહેલમાંથી આલમખાનની પાસે ગયો. દરીઆખાન બીજે દિવસે સુલતાનના જવા વિષે ખબર મળ્યાથી ભારે અચંબામાં પડે.
પરંતુ એના હાથમાં ખજાનાની કુચીઓ હતી તેથી એક જણ કે જે અમદાવાદ વસાવનાર સુલતાન અહમદના વંશમાં હતો તેને બાળી કાઢી તેનું નામ સુલતાન મુઝફફર મુકી, પ્રાર્થના તથા સિક્કામાં તેનું નામ પાડી લગભગ પચાસ સાઠ હજાર સવારો ભેગા કરી સુલતાન અને આલમખાનના મનસુબે બહાર પડે. ભારે લડાઈ થયા પછી સુલતાન મેહમુદની હાર થઈ અને દરીઆખાન પોતાના ઘડેલા બાદશાહની સાથે 'જય પામી ધોલકામાં આવ્યું. પરંતુ સુલતાન મહેમુદના ગ્રહ બળીઆ હતા બીજીવારે પોતે હાર્યા છતાં ચોમેરથી માણસે થોકે થોક અને ટોળેટોળાં સુલતાન તથા આલમખાનની પાસે ભેગા થઈ ગયાં. અને દરીઆખાનના લશ્કરમાંથી પણ દરરોજ નિકળીને એમની પાસે જતા રહેવા લાગ્યા. થોડા
૧ તે વખતની બગી.