Book Title: Mirate Ahemadi Athva Gujaratno Itihas
Author(s): Pathan Nizamkhan Nurkhan Vakil
Publisher: Pathan Nizamkhan Nurkhan Vakil
View full book text
________________
[ ૬૪ ] બીજો સુલતાન મહેમૂદ–મહેમૂદખાન (સુલતાન મુઝફફર હલીમના દીકરા લતીફખાનના કુવર)નું રાજ્ય
સન ૯૪૩ હિજરીમાં અગ્યાર વર્ષની ઉમ્મરે સુલતાન મેહેમુદ ગાદી ઉપર બેઠે, એનું નામ બીજો સુલતાન મહેમુદ પયું, અને ખુતબા(પ્રાર્થનામાં તથા સિક્કાઓ ઉપર સુલ- ૪૩ હિજરી. તાનને શબદ નાખ્યાથી શોભાયમાન થયા. પ્રધાનપણાનું જોખમભરેલું કામ મલેક ઇમાદુલમુકને સોંપવામાં આવ્યું, અને 'દરીઆખાન મોટા સભાપતીની પદવીના નામને પામ્યો. એ બેઉ એક બીજાથી હળી મળીને પ્રધાનપણું તથા સુલતાનના રક્ષણનું કામ કરતા કાચી ઉમર હોવાને લીધે તેને બંધ રાખતા હતા, ઉપર કહેલા અમારા શિવાય કોઇની સુલતાનની પાસે જવાની મગદૂર નહોતી. ખાન પાન અને વસ્ત્ર જે તેઓ મોકલાવતા તેને જ તે ઉપયોગ કરતો. આ ધારાથી સુલ તાન ઘણી ઈજા પામતો હતો, પરંતુ ઘણી ચપળ બુદ્ધી અને ભારે સમજણને લીધે મને ખોટું લાગે છે એવું બહાર પડવા દેતો નહોતો, અને પિતે રમત ગમત તથા શિકારમાં એટલો બધો શેખ રાખતો હતો કે જાણે લશ્કર તથા રાજ્યની તેને કંઇપણ પરવાજ નથી. ગુપ્ત તથા પ્રસિદ્ધ રીતે કહેતે હતું કે જે બાદશાહના ઈમાદુલમુક અને દરીઆખાન જેવા પ્રધાન હોય તેણે શાવાતે માથાફોડ કરવી જોઈએ? કોઈવેળા કહેતા કે ખરે મા કેવી જગ્યા હશે અને મદીના કેવું ધામ હશે? આવાં વચનો સાંભળી પ્રધાન રાજી ખુશી થઈ મન દઈને રાજ ચલાવતા અને સુલતાન પિતાને મોટા ડહાપણ અને કાળને અનુસરીને ઘેલો ગાંડો બનીને જે કંઈ
ઘા તથા છાના મીઠાં કડવાં કૃત્ય જોતો અને સાંભળતો તેને પુરેપુરા કમી તથા વધારો કર્યાશિવાય પ્રધાને કહી દેતો. એથી તેઓ સુલતાનથી અચરતી પામતા હતા. એક વખત વિત્યા પછી દરીઆખાનના મનમાં આવ્યું કે ઇમાદલમુશ્કનો કાંટો વચમાંથી કાઢી નાખી રાજ્યસત્તાની લગામ પતાને હાથે પકડવી.
૧ મે
ચા ઘુમટવાળા દરીઆખા ભતાને શા.