Book Title: Mirate Ahemadi Athva Gujaratno Itihas
Author(s): Pathan Nizamkhan Nurkhan Vakil
Publisher: Pathan Nizamkhan Nurkhan Vakil
View full book text
________________
- ૫૧ ]. લતીફખાં સુલતાનપુર અને નઝરબારના ડુંગરમાં ભીમરાજાના આશરામાં બેઠો છે અને કેટલાક અમરેથી પત્રવહેવાર રાખે છે. તેથી શેરઝખાન નામના પિતાના ભરૂસાદારને તેને લતીફખાને) કાઢી મુકવા અથવા પકડી લાવવાને મોકલ્યો. લડાઈ થયા પછી મજકુર ખાન માર્યો ગયે, બીજી વખતે કેસરખાનને ભારે સન્યાસહિત મોકલ્યો.
હવે કેટલાક સરદારો મુઝફરશાહના અસંતોષી હતા અને પિતાના મનનું ખોટાપણું હોવાથી ઇમાદુલમુશ્કની ખબર રાખતા હતા કેમકે સુલતાન તેના નાશનો કાસદ છે. તે લુણહરામ ગુલામની પાસે સઘળી સત્તા હતી, તેણે કેટલાક લશકરીઓની મદદથી કે જેઓ કંઈપણ બનાવની વાટ જોઈ બેઠા હતા તેઓને પોતાની ધારણામાં છાનામાના ભેળવી લીધા તે અહીં સુધી કે એક દિવસ સુલતાન ચોગાનબાજી ( ટોનમેટ) કસરતને ઇરાદે સવાર થયો અને પાછા ફરી ઘરમાં આવી પથારી ઉપર સુવા ગયો, થોડીકવાર પછી તરત જ ઈમાદુલમુક છુપાતો મેં ઉપર પાટો બાંધી ચાલીસ પચાસ સવારો લઈ સુલતાન ભણી આવ્યો. આ ગેરવખત હતો કેમકે ઘણા માણસો સ્વારીમાંથી પરવારી પોતપોતાને ઘેર ગયા હતા. જ્યારે આ ગુલામ સુલતાનના પડદાની પાસે ગયો ત્યારે પડદાના ચેકીઆતે કહ્યું કે સુલતાન સુઈ ગયા છે. તેણે તેનું સાંભળ્યું નહીં ને મલેકપહાડ નામના માણસને પોતાની સાથે લઈ અંદર આવી પોહોંચ્યો અને તેને ઈશારો કરવાથી તે લુણહરામ મલેક પહાડે તેને સુતો ઠાર કરી નાખ્યો.
આ બનાવ તારીખ ૧૪ શબરાત સન ૪૩૨ હિજરીમાં બન્યો અને ચાંપાનેરથી બે ગાઉ ઉપર હાલોલ ગામ એટલે મુહમૂદાબાદમાં તેને દાટવામાં આવ્યો. જ્યારે ઈમાદુલ મુલ્ક ૯૩૨ હિજરી. સુલતાનને મારી પરવાર્યો કે તુરત સુલતાનના જનાનામાં ગયા અને સુલતાન મુઝફફરના પાંચ છ વર્ષના દીકરા નસીરખાનને લાવી સુલતાન મહેમુદ નામ આપી પોતાના ખોળામાં બેસાડ
ઘેડા, પિશાક અને પદવીઓ, સરદારો તથા લશ્કરીઓને આપ્યા. પરંતુ સુલતાન સિકંદરના ખુનના અપકૃત્યને લીધે સઘળા અમીરો અને દરબારીઓ તેના લોહીના આતુર થયા. હવે કોઈ તેઓમાં સરદાર નહોતો તેથી સઘળા નિકળીને પિતાની જાગીરમાં ગયા અને ત્યાં રહી ઘાટ ઘડવાના