Book Title: Mirate Ahemadi Athva Gujaratno Itihas
Author(s): Pathan Nizamkhan Nurkhan Vakil
Publisher: Pathan Nizamkhan Nurkhan Vakil
View full book text
________________
. [ ૨૩ ] કે સત્ય છે. ઉત્તરપત્ર સહુએ લખી દત કર્યા. ખાને કાગળ ઉઠાવી લઈ પિતાની પાસે રાખ્યો. તેના બીજે દિવસે એકાએક શહેરમાં આવી સુલતાન મુઝફફરને બંદીખાને કેદ કર્યો અને પ્યાલામાં ઝેર ભેળવી પાઈ દીધું. સુલતાને કહ્યું “એ દીકરા ! તે ઘણી ઉતાવળ કરી, આ સઘળું તે તારૂંજ હતું.” ઉત્તર દીધા કે વખત આવી પહોંચ્યો. સુલતાને કહ્યું કે કેટલાંક શીખાભણનાં વચન હું કહું તે સાંભળ, કે જે તને લાભકારી થાય. પ્રથમ જે માણસે તને આ કામવાસ્તે ઉશ્કેર્યો તેનાથી લાભની આશા રાખીશ નહીં અને તેને તું મારી નાખ. બીજું–મધુપાન કરે નહીં, કેમકે રાજકર્તાઓને એનો ત્યાગ ઘણી જરૂર છે. ત્રીજું–શેરમલેક તથા શેખમલેકને મારી નાખવા. કેમકે બેઉ જગતપ્રસિદ્ધ ખટપટી છે. બીજી કેટલીક શીખાભણની વાતો કહી નિરાશી પ્યાલો પી ગયો. સદર મહીનાની છેલ્લી તારીખે મજકુર સનમાં આ સંસારમાંથી તે સદાને માટે સલામત દુનિયાતરક કુચ કરી ગયો અને પાટણના કિલ્લામાં તેને બૂમીદાધ આવ્યો.
કહે છે કે પિતાના દાદાના કાળ પછી સુલતાન અહમદને ઘણે અફસોસ થયો અને તેની હુકુમત અઢાર વર્ષ તેમજ બાદશાહત ત્રણ વર્ષ આઠ માસ અને સેળ દહાડા રહી.
ગુજરાતના સુલતાન પૈકીર અથવા ચઉદ માણસ કે જેમાં મતભેદ છે તે પૈકીના મુઝફફરશાહના તખ્તનશીન થયા પછી સને ૮૧૦ હિજરીથી તારીખ ૧૪ રજબ સને ૯૦૦ સુધીના એકસો એંશી વર્ષમાં વધતું ઓછું રાજ્ય ચાલ્યું.
દેહરે. જે કઈ આ જગ વિશે, નક્કી પામે નાશ;
જે રહે નિત્યે જીવતે, તે છે એ અવિનાશ. એહમદખાં (માનના સુલતાન અહમદ બિન મુઝફફરશાહ)નું
રાજ્યાભિષેક થવું. હવે એ જાણવું જોઈએ કે ગુજરાતી સુલતાનને એવો ધારે હતો કે પિતાના પુત્રના નામની સાથે ખાન શબ્દ વધારતા હતા, અને જે રાજને ધણી થઈ રાજ્યસન ઉપર બિરાજે તેને માનના સુલતાન અપાતું.
જ્યારે સુલતાન મુઝફફરને દેહત્યાગ થયો ત્યારે તા. ૪ માહે