Book Title: Mirate Ahemadi Athva Gujaratno Itihas
Author(s): Pathan Nizamkhan Nurkhan Vakil
Publisher: Pathan Nizamkhan Nurkhan Vakil
View full book text
________________
[ ૭૪ ] સુલતાન મહમુદ બેગડી ( ગુજરાતને અકબર )
એટલે
સુલતાન મુહમ્મદના કુવર ફખાનની બાદશાહત,
એવું કહે છે કે સુલતાન મહમુદ બેગડે રવીવાર શુબરાત માસની તારીખ ૧૨ સને ૮૬૩ હિજરીને દહાડે શ્રેષ્ટ નગર શેહેર અહમદાબાદમાં તખ્ત ઉપર બેઠે.
ગાદીનું મુહુર્ત. બેગડા–શબ્દના અર્થમાં ગુજરાતીઓનાં બે કારણો આપ્યાં છે, પહેલું કારણ એ છે કે સુલતાનની મુછો વાંકડી ગાયના શીંગ જેવી મરડાઈને વાંકી વળેલી હતી, બેગડા શબ્દનો અર્થ. બીજું કારણ એ છે કે એણે બે ગઢ જીતી લીધા હતા એક જુનાગઢ અને બીજે ચાંપાનેર, ગુજરાતીમાં ૨ (આંક)ને બે કહે છે જેને ફારસી ૬ બોલે છે અને ગઢ એટલે કિલ્લે.
મીરાતે સિકંદરીને રચનાર લખે છે કે આ સુલતાન ગુજરાતના રાજકર્તાઓમાં સર્વોત્તમ શ્રેષ્ટ હતો ન્યાય ઉપર વિષેશ લક્ષ, પપકારમાં ઉત્તમ, ધર્મઆજ્ઞા પાળક, દઢ મીરાતે સીકંદરના
સ્વભાવ, નાનપણુ અને જુવાનીમાં શાંત સ્વભાવ, લખનારને અભીપ્રાય. દિર્ધાયુષી, શરીરે શક્તિવાન, બહાદુર, શુરાપણું એ ઈશ્વરી ઇનામ એને બક્ષીશ થએલાં હતાં.
બાદશાહત છતાં તેને ઘણી ભુખ હતી એટલે ઘણે આહાર કરતો ર તા. સુલતાનને દરરોજનો ખોરાક ગુજરાતના તેલથી એક મણકે જેને શેર બેહલેલી પંદરનો થાય છે. રાત્રે ખેરાક.. સમાસાની બે લંગરીઓ પથારીની બે બાજુએ મુકવામાં આવતી હતી. તે એવી રીતે કે, એક જમણા હાથ ઉપર ને બીજી ડાબા હાથઉપર. જેથી જ્યારે તે જે તરફ ઉંઘમાંથી ઉઠે, તે રિફ સમાસા ઉપર હાથ પડે. તેમાંથી કેટલુંક ખાઈને પાછો ઉંઘી જતે, રાત્રે કેટલીક વખત એવી રીતે કરતો કે સવારે મળસકાની નિમાજ પઢીને એક તાસળી ભરીને મધ અને એક તાંસળી ગાયનું ઘી, દેઢસો સોનેરી થના સાથે
૧ ચાંપાનેર એટલે પાવાગઢ, ૨ બધી કારકિર્દી ઉપરથી જણાય કે-એને ગુજ
રાતને અદાર હી શકીએ